Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

IPL 2026 : રાજસ્થાન રૉયલ્સે રાહુલ દ્રવિડને બદલે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજને સોંપી હેડ કોચની જવાબદારી

November 17, 2025

IPL 2026 પહેલા રાજસ્થાન રૉયલ્સે આગામી સિઝન માટે હેડ કોચનું એલાન કરી દીધું છે. રાજસ્થાન રૉયલ્સે રાહુલ દ્રવિડને બદલે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ કુમાર સંગાકારાને હેડ કોચની જવાબદારી સોંપી છે. ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. કુમાર સંગાકારા રાજસ્થાન રૉયલ્સ માટે ડિરેક્ટર ઓફ ક્રિકેટની જવાબદારીની સાથે-સાથે હેડ કોચની પણ ભૂમિકા ભજવશે.  ગત સિઝનમાં રાહુલ દ્રવિડની એન્ટ્રી પહેલા 2021 થી 2024 સુધી કુમાર સંગાકારા જ રાજસ્થાન રૉયલ્સના હેડ કોચની જવાબદારી સંભાળી રહ્યા હતા. IPL 2025માં તેમને પ્રમોટ કરીને ડિરેક્ટર ઓફ ક્રિકેટ બનાવી દેવામાં આવ્યા અને દ્રવિડ કોચની ભૂમિકામાં હતા. જોકે, ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને ત્યારબાદ રાહુલ દ્રવિડે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તમને જણાવી દઈએ કે, 2024માં રૉયલ્સમાં સામેલ થનારા શેન બોન્ડ ફાસ્ટ બોલિંગ કોચ પદ પર યથાવત રહેશે. IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સે તેમની ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. લાંબા સમયથી બીજી IPL ટ્રોફીની તલાશ કરી રહેલી ફ્રેન્ચાઈઝીએ કેપ્ટન સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સના હાથે ટ્રેડ કર્યો અને તેના બદલામાં રવીન્દ્ર જાડેજા અને સેમ કરનને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.