ફરી શરુ થશે કૈલાશ માનસરોવર યાત્રા! ભારત સાથે નવેસરથી સંબંધો સુધારવા ચીન તૈયાર
November 20, 2024
ભારત અને ચીન વચ્ચેના સંબંધોને નવેસરથી સુધારવાની દિશામાં એક મોટું પગલું ભરતા બંને દેશોએ સીધી ફ્લાઇટ્સ ફરી શરુ કરવા અને કૈલાશ માનસરોવર યાત્રાને ફરી શરુ કરવા પર ચર્ચા કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે તેને 'નવી શરુઆત' ગણાવતા સકારાત્મક સંકેત આપ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચેની આ મહત્ત્વપૂર્ણ બેઠક બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G20 શિખર સંમેલન દરમિયાન થઈ હતી. આ બેઠક લદાખના ડેપસાંગ અને ડેમચોક ક્ષેત્રોમાં તણાવપૂર્ણ પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કર્યા બાદ થઈ હતી. આ વિવાદાસ્પદ ક્ષેત્રોમાંથી સૈનિકોની વાપસીએ બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતા જાળવી રાખવામાં યોગદાન આપ્યું છે. કોરોના મહામારીના કારણે 2020માં ભારત અને ચીન વચ્ચેની સીધી ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી, જે હજુ સુધી શરુ કરવામાં નથી આવી. એ જ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા પણ રોકી દેવામાં આવી હતી. ચીનમાં સ્થિત કૈલાશ પર્વતને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને તે ભારતીય ભક્તો માટે ખૂબ જ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. વિદેશ મંત્રાલય(MEA)ના જણાવ્યા પ્રમાણે બેઠકમાં આ બંને મુદ્દાઓની સાથે-સાથે સરહદ પાર નદીઓ પર ડેટા શેરિંગ અને મીડિયા વ્યક્તિઓના આદાનપ્રદાન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે મે 2020માં લદાખમાં ભારત-ચીન વચ્ચે સંઘર્ષની શરુઆત થઈ હતી, જેના પછીના મહિનામાં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા હતા. ચીન તરફ પણ જાનહાનિ થઈ હતી, પરંતુ તેમના આંકડા સ્પષ્ટ નથી. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ યથાવત્ છે અને સૈન્ય સ્તરે વાટાઘાટો થયા હતા. તાજેતરમાં રશિયામાં યોજાયેલ બ્રિક્સ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગની મુલાકાત બાદ સંબંધો સુધારવાની દિશામાં એક નવી શરુઆત થઈ છે. તાજેતરની બેઠક બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે, ચીન અને ભારત સંબંધો હવે નવી શરુઆત પર છે. તે બંને દેશોના લોકોના મૂળભૂત હિતમાં છે. આ સાથે જ તે ગ્લોબલ સાઉથના દેશોની અપેક્ષાઓને પૂર્ણ કરે છે. વિદેશ મંત્રી વાંગ યીએ પણ કહ્યું કે, બંને દેશોએ પોતાના નેતાઓની મહત્ત્વપૂર્ણ સહમતિને પૂર્ણ કરવી જોઈએ, પરસ્પર વિશ્વાસને પ્રોત્સાહન આપવું જોઈએ અને મતભેદોને ઉકેલવા માટે ઇમાનદારી અને વિશ્વાસ સાથે કામ કરવું જોઈએ. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, ભારત એક બહુધ્રુવીય વિશ્વ અને એશિયા માટે પ્રતિબદ્ધ છે. અમારી વિદેશ નીતિ સિદ્ધાંતવાદી અને સ્વતંત્ર છે. અમે વર્ચસ્વ સ્થાપિત કરવાના એકપક્ષીય અભિગમની વિરુદ્ધ છીએ. બંને મંત્રીઓએ એ વાત પર સહમતિ વ્યક્ત કરી છે કે, સંબંધોને સ્થિર કરવા, મતભેદોને સંભાળવા અને વધુ આગળનું પગલું ભરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ બેઠકને ભારત-ચીન સંબંધોમાં સ્થિરતા અને નવી દિશા પ્રદાન કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સ...
May 09, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026