અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુવક વૈભવ ભાસ્કરના ગ્રેડિંગનો નિયમ જ બદલવો પડ્યો
July 17, 2026
ફ્લોરિડા- શું કોઈ વિદ્યાર્થી હાઇસ્કૂલમાં 11.99 જેટલો અશક્ય લાગતો GPA(ગ્રેડ પોઇન્ટ એવરેજ) મેળવી શકે ? ફ્લોરિડામાં રહેતા ભારતીય મૂળના એક તેજસ્વી વિદ્યાર્થીએ આ કલ્પનાને હકીકતમાં બદલી નાખી છે. તેની આ અસાધારણ શૈક્ષણિક સિદ્ધિ એટલી મોટી હતી કે તેણે માત્ર જૂના રેકોર્ડ્સ જ નથી તોડ્યા, પરંતુ સ્થાનિક સ્કૂલ પ્રશાસનને ગ્રેડિંગ આપવાની આખી પદ્ધતિ વિશે ફરીથી વિચાર કરવા મજબૂર કરી દીધું છે.
સ્ટેઇનબ્રેનર હાઇસ્કૂલના 17 વર્ષના વિદ્યાર્થી વૈભવ ભાસ્કરે 11.99ના વેઇટેડ GPA સાથે સ્નાતક થઈને ફ્લોરિડા રાજ્યમાં એક નવો રૅકોર્ડ સ્થાપ્યો છે. આ પહેલા હિલ્સબોરો કાઉન્ટીમાં સૌથી વધુ GPAનો રૅકોર્ડ 2022 માં 11.84 હતો. સામાન્ય રીતે અનવેઇટેડ ગ્રેડિંગ સ્કેલમાં પૂરા 4.0 પોઇન્ટ્સ હોય છે, પરંતુ વૈભવે આ આંકડાને એક નવા જ સ્તરે પહોંચાડી દીધો છે.
અમેરિકાની હાઇસ્કૂલોમાં GPA આપવાની પદ્ધતિ ભારતીય માર્કિંગ સિસ્ટમ કરતાં ઘણી અલગ છે. ત્યાં મુખ્યત્વે બે પ્રકારના GPA ગણવામાં આવે છે. અનવેઇટેડ GPA (Unweighted GPA - સ્ટાન્ડર્ડ સ્કેલ). આ દરેક સ્કૂલમાં કોમન હોય છે, જેનો સ્કેલ 0.0થી 4.0 સુધીનો હોય છે. તેમાં વિષય ગમે તેવો હોય, ગ્રેડના પોઇન્ટ સરખા જ ગણાય છે. વૈભવ ભાસ્કર ભણતો હતો તે હિલ્સબરો કાઉન્ટી ડિસ્ટ્રિક્ટમાં એક અલગ નિયમ હતો જેને ‘એડિટિવ સિસ્ટમ’(Additive System) કહેવાતી. ત્યાં નિયમ એવો હતો કે વિદ્યાર્થી જેટલા વધારે કૉલેજ લેવલના(AP કે Dual Enrollment) કોર્સ પાસ કરતો જાય, તે બધાના બોનસ પોઇન્ટ્સ (+0.08 કે +0.04ના હિસાબે) તેના કુલ GPAમાં પ્લસ(ભેગા) થતા જતા હતા. તેની કોઈ મહત્તમ મર્યાદા(Cap) નહોતી. વૈભવે આવા 44 કોર્સ કરી નાખ્યા, જેના લીધે બોનસ પોઇન્ટ્સ ઉમેરાતા-ઉમેરાતા તેનો સ્કોર છેક 11.99 સુધી પહોંચી ગયો!
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026