મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
July 15, 2026
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ થવાના સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે. મંગળવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે બે કટ્ટર હરીફ જૂથો વચ્ચે આશરે એક કલાક સુધી બંધ બારણે ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર જૂથના વરિષ્ઠ નેતા જયંત પાટીલ અને અજિત પવાર જૂથના પ્રફુલ્લ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરે વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા.
આ અચાનક યોજાયેલી મુલાકાતમાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તે અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ તેનાથી રાજ્યમાં અનેક રાજકીય અટકળો વહેતી થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકાર દ્વારા આગામી ચોમાસુ સત્રમાં ફરીથી રજૂ થવા જઈ રહેલા મહિલા અનામત અને સીમાંકન અંગેના બંધારણીય સુધારા બિલને પોતાનું સમર્થન આપી શકે છે.
અગાઉ બજેટ સત્ર દરમિયાન પક્ષે આ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે થયેલી મંત્રણા બાદ તેમના વલણમાં મોટો બદલાવ આવ્યો હોવાનું મનાય છે. અગાઉ લોકસભામાં જરૂરી 2 તૃતીયાંશ બહુમતી ન મળવાના કારણે આ બંધારણીય સુધારો પસાર થઈ શક્યો ન હતો, જેને હવે ફરીથી રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે.
Related Articles
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલે ટ્રમ્પે ઇઝરાયલને સીરિયા અને લેબેનોનમાંથી સેના હટાવવા આપી સલાહ
મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલ...
Jul 15, 2026
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે...
Jul 13, 2026
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મ...
Jul 13, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026