Breaking News :
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો

શ્રીલંકામાં 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બસ, 9 મહિલા સહિત 15ના મોત

September 05, 2025

બડુલ્લા : શ્રીલંકાના ઉવા પ્રાંતના બડુલ્લા જિલ્લામાં એક ભયાનક બસ દુર્ઘટનામાં 9 મહિલાઓ સહિત 15 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી સામે આવી છે. ગુરુવારે મોડી રાત્રે ખાનગી બસ લગભગ 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ તંત્રએ તાત્કાલીક દોડધામ શરૂ કરી દીધી હતી. શ્રીલંકન પોલીસે શુક્રવારે ઘટનાની પુષ્ટિ કરી કહ્યું કે, બસમાં સવાર તમામ મુસાફરો દક્ષિણ શ્રીલંકાના તાંગાલ્લે શહેરમાંથી એક પ્રવાસી સફર પર નીકળ્યા હતા.


મીડિયા રિપોર્ટ મુજબ, એલ્લા કસ્બા પાસે પહોંચેલી બસ પહેલા એક જીપ સાથે અથડાઈ હતી, ત્યાબાદ તે ઊંડી ખીણમાં ખાબકી હતી. સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 9 વાગ્યની આસપાસ એક વળાંકવાળા રોડ પર સામેથી જીપ આવી રહી હતી, તે દરમિયાન બની તેની સાથે ટક્કર થઈ હતી. ટક્કર થયા બાદ ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રસ્તાની રેલિંગ તોડીને ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટના બાદ તરત જ સેના, પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ અને સ્થાનિક રહેવાસીઓએ મળીને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી.


રિપોર્ટ મુજબ, તમામ ઘાયલોને બડુલ્લા ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ઘણાની હાલત અત્યંત ગંભીર છે. મૃતકોમાં 9 મહિલાઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે તેઓ બધા તાંગાલ્લે અર્બન કાઉન્સિલ (નગર પરિષદ)ના કર્મચારીઓ હતા અને એક શૈક્ષણિક પ્રવાસે નીકળ્યા હતા.