વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી કાર, 2 લોકોના મોત, પરિવારમાં શોકનો માહોલ

July 19, 2025

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેરોલી ગામ નજીક આજે ફરી એકવાર નર્મદા કેનાલે બે નિર્દોષનો ભોગ લીધો છે. મળતી માહિતી મુજબ, આજે સવારે એક કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટમાં કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જોકે, કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓનો સમયસૂચકતા વાપરી બચાવી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે થોડા સમય પહેલાં ગાંધીનગરના નભોઇ ગામ પાસે આવેલી કેનાલમાં ખાબકતાં 3 લોકોના મોત નીપજ્યા હતા. 

પ્રાથમિક વિગતો અનુસાર, ચાર લોકો એક કારમાં દેરોલી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી પરથી કાબૂ ગુમાવ્યો હતું અને કાર સીધી કેનાલમાં ખાબકી હતી. કાર સવાર લોકો દિવાળીપુરાના રહીશો હોવાનું જાણવા મળ્યું છે.