કચ્છ: ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત,માસૂમ બાળક સહિત બેના મોત
December 22, 2025
કચ્છ : કચ્છના ભચાઉ હાઈવે પર રવિવારે (21મી ડિસેમ્બર) રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કેસરી ગઢ રિસોર્ટ સામે ચાર વાહનો એકબીજા સાથે અથડાતા લાગેલી ભીષણ આગમાં એક વર્ષના માસૂમ બાળક અને એક ટ્રેલર ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં એક દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, રવિવારે રાત્રે એક કાર અને આઇસર ટેમ્પો વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે જોતજોતામાં બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર દંપતી કંઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં તેમના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
કાર અને આઇસર વચ્ચેના અકસ્માત બાદ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા બે ટ્રેલરો પણ અકસ્માતગ્રસ્ત વાહનો સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં એક ટ્રેલર ચાલકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ભચાઉ ફાયર ફાઈટરની ટીમ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.
ફાયર ટીમે પાણીનો મારો ચલાવી વાહનોમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. ગંભીર રીતે દાઝેલા અને ઈજાગ્રસ્ત થયેલા દંપતીને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
પોલીસે બંને મૃતકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર લાંબો સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ક્રેઈનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026