ફૂટબોલના લાઈવ મેચમાં વીજળી પડી, એક ખેલાડીનું ગ્રાઉન્ડમાં જ મોત
November 05, 2024
ચિલકા (પેરુ) : ફૂટબોલના લાઈવ મેચ દરમિયાન મેદાન પર અચાનક વીજળી પડી. આના કારણે એક ખેલાડીનું મોત થયું. આ દુઃખદ ઘટના પેરુની છે. પેરુના ચિલકામાં 3 નવેમ્બરે બે ડોમેસ્ટીક ક્લબ જુવેટડ બેલાવિસ્ટા અને ફેમિલિયા ચોકા વચ્ચે મેચ ચાલી રહી હતી. આ દરમિયાન આકાશમાંથી વીજળી ત્રાટકતા આ દુર્ઘટના બની હતી. આ ઘટનાએ ચાહકો સહિત દિગ્ગજોને પણ હચમચાવી દીધા છે. આ ઘટનામાં રેફરી સહિત અન્ય કેટલાક ખેલાડીઓ પણ ઘાયલ થયા છે.
મેદાનમાં જ્યારે આકાશમાંથી વીજળી ત્રાટકી એ સમયે મેચનો ફર્સ્ટ હાફ ચાલી રહ્યો હતો. આ દરમિયાન જુવેટડ બેલાવિસ્ટાએ મેચમાં 2-0થી સરસાઈ મેળવી હતી. એ સમયે જ હવામાનમાં પલટો આવ્યો અને રેફરીએ વ્હીસલ વગાડીને મેચ અટકાવી દીધી અને ખેલાડીઓને મેદાનમાંથી બહાર જવા કહ્યું હતું. ખેલાડીઓ મેદાનમાંથી બહાર જઈ જ રહ્યા હતા ત્યારે અચાનક વીજળી પડી હતી. વીજળી 39 વર્ષીય ખેલાડી જોસ હોગો ડે લા ક્રૂઝ મેજા ઉપર પડી અને તેનું મોત થયું હતું. એ સમયે રેફરી સહિત એકસાથે 5 ખેલાડી પણ જમીન પર પડી ગયા હતા.
Related Articles
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિડ્યૂલની કરી જાહેરાત, 10 ટીમો વચ્ચે થશે ટક્કર
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિ...
Aug 05, 2026
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિ...
Aug 04, 2026
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો! 104 વિકેટનું ઈનામ, ટીમ ઈન્ડિયાનું તેડું
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો...
Aug 04, 2026
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-16, 21-16થી હરાવી 17 વર્ષની તન્વીએ સાઇના જેવી સિદ્ધિ મેળવી
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-...
Aug 03, 2026
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપરાએ સિલ્વર અને યશ વીર સિંહે બ્રોન્ઝ જીત્યો
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપર...
Aug 01, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા ડે અને હર્ષ સિંહે અપાવ્યા બે ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા...
Jul 31, 2026
Trending NEWS
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026