Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

LoC પાસે લેન્ડ માઇન બ્લાસ્ટ, 1 જવાન શહીદ, 3 ઇજાગ્રસ્ત

July 26, 2025

શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં નિયંત્રણ રેખા નજીક થયેલા લેન્ડમાઈન વિસ્ફોટમાં ભારતીય સેનાના જાટ રેજિમેન્ટના એક સૈનિક (અગ્નિવીર)નું મોત થયું હતું જ્યારે એક JCO અને એક સૈનિક ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને ઉધમપુરની આર્મી બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સલોત્રી ગામમાં વિક્ટર પોસ્ટ નજીક બપોરે 12 વાગ્યાની આસપાસ આ વિસ્ફોટ થયો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ લેન્ડમાઈન વિસ્તારમાં ઘૂસણખોરી અટકાવવા માટે મૂકવામાં આવ્યા હતા અને ભારતીય સેનાની 07 જાટ રેજિમેન્ટના સૈનિકો દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે.

ભારતીય સેનાની 7 જાટ રેજિમેન્ટના નાયબ સુબેદાર હરિ રામ, હવાલદાર ગજેન્દ્ર સિંહ અને અગ્નિવીર લલિત કુમાર અગ્રીમ પોસ્ટ નજીક નિયમિત પેટ્રોલિંગ પર હતા, તે દરમિયાન તેઓ જમીન નીચે દાટેલી M-16 સુરંગના વિસ્ફોટમાં આવી ગયા. વિસ્ફોટમાં અગ્નિવીર લલિત કુમાર શહીદ થયા હતા, જ્યારે હવાલદાર ગજેન્દ્ર સિંહ અને સુબેદાર હરિ રામ ગંભીર રીતે ઘાયલ થયા હતા.