યુપીમાં મોટી દુર્ઘટના, પાટા ઓળંગતા શ્રદ્ધાળુઓ એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાયા, 4 લોકોના મોત
November 05, 2025
ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં ચુનાર રેલવે સ્ટેશને એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કાર્તિક પૂર્ણિમાના અવસરે ગંગા સ્નાન માટે જતા શ્રદ્ધાળુઓ કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન નીચે કચડાઈ ગયા હતા. અત્યાર સુધી 4 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. માહિતી અનુસાર આ શ્રદ્ધાળુઓ ખોટી રીતે પાટા ઓળંગી રહ્યા હતા જેના કારણે ટ્રેનની લપેટમાં આવી ગયા હતા.
માહિતી અનુસાર આ તમામ શ્રદ્ધાળુઓ ચોપન-પ્રયાગરાજ પેસેન્જર ટ્રેનમાંથી પ્લેટ ફોર્મ નંબર 4 પર ઉતર્યા હતા. સ્ટેશન પર ઉતાવળમાં આ લોકો રેલવે ટ્રેક ઓળંગવા લાગ્યા ત્યારે વિપરિત દિશામાંથી આવતી એક્સપ્રેસ ટ્રેન (કાલકા મેલ) ની લપેટમાં આવી ગયા હતા. ખોટી રીતે ટ્રેક ઓળંગતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી.
મોટાભાગના શ્રદ્ધાળુઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી જતા અફરા તફરી મચી ગઈ હતી. ઘટના સ્થળે હાજર રેલવેના અધિકારીઓ અને પોલીસે રાહત કામગીરી શરૂ કરી હતી. તંત્રએ મુસાફરોએ અપીલ કરી છે કે તે પોતાની સુરક્ષા માટે પ્લેટફોર્મ અને ઓવરબ્રિજનો જ ઉપયોગ કરે.
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026