Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

અમેરિકામાં મૂળ મહેસાણાના પિતા-પુત્રીની હત્યા, સ્ટોરમાં ઘૂસીને પટેલ પરિવારના સભ્યો પર ફાયરિંગ

March 22, 2025

અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અમેરિકાના વર્જિનિયામાં મહેસાણા વતની પિતા-પુત્રીની હત્યા કરવામાં આવી છે. આ સનસનીખેજ ઘટના અમેરિકાના વર્જિનિયામાં બની છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં ગુજરાતી પિતા-પુત્રીની હત્યા કરવામાં આવી છે. મૃતક મૂળ મહેસાણાના કનોડા ગામના પટેલ પરિવારના સભ્યો છે. તેઓ સ્ટોરમાં બેઠા હતા, તે સમયે એક અશ્વેત વ્યક્તિએ સ્ટોરમાં પ્રવેશ કરી 56 વર્ષીય પ્રદિપકુમાર રતિલાલ પટેલ(પિતા) અને 24 વર્ષીય ઉર્વિ પ્રદિપકુમાર પટેલ(પુત્રી)ની ગોળી મારી હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને પગલે અમેરિકામાં વસતા ભારતીયો અને ગુજરાતી સમાજમાં શોકની સાથે ભયની લાગણી ફેલાઇ છે. જોકે હજુ હત્યાનું કારણ જાણી શકાય નથી.