ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદ ખાબક્યો
January 23, 2026
ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી પગલે કચ્છ, મહેસાણા ભરશિયાળે કમોસમી વરસાદ થયો છે. આજે(22 જાન્યુઆરી, 2026) સાંજ-રાત્રિની સમયે કચ્છ-મહેસાણા જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો માવઠું પડ્યું. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતી છે.
હવામાન વિભાગની આગાહીને પગલે આજે ગુરુવારે કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. આમ, પાકિસ્તાન ઉપર સર્જાયેલા કોલ્ડ ફ્રન્ટ કચ્છ તરફ આવતા વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદના કારણે ઠંડીએ જોર પડ્યું છે.
કમોસમી વરસાદને પગલે કચ્છના મુખ્ય પાક એરંડાને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળવાને કારણે ખેડૂતોની આર્થિક ચિંતામાં વધારો થયો છે.
બનાસકાંઠા, પાટણ સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આજે આગાહી કરી હતી. જેમાં મહેસાણા શહેરમાં આજે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરની કેટલીક જગ્યાએ અચાનક કમોસમી વરસાદ વરસ્યો.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોના રવિ પાકને નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026