બે બાળકોના પિતા ધનુષને ડેટ કરી રહી છે મૃણાલ ઠાકુર? અટકળો પર આખરે મૌન તોડ્યું
August 12, 2025
બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરની લવ લાઈફ હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે, એક્ટ્રેસ તમિલ ફિલ્મના સુપરસ્ટાર ધનુષને ડેટ કરી રહી છે. બંને પાર્ટી, સ્ક્રીનિંગ સહિત અનેક જગ્યાઓએ સાથે જોવા મળ્યા છે. અહીં સુધી કે મૃણાલ ધનુષની બહેનોને પણ ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. બંનેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંનેની મિત્રતા હવે રોમાન્સમાં બદલાઈ ગઈ છે અને તેઓ પોતાના રિલેશનને લાઈમ લાઈટથી દૂર રાખવા માંગે છે. આ તમામ અટકળો વચ્ચે હવે પોતાના અફેરના સમાચાર પર એક્ટ્રેસે મૌન તોડ્યું છે. એક ઈન્ટરવ્યુમાં મૃણાલે ધનુષ સાથે પોતાના અફેરના સમાચારને ખોટા ગણાવ્યા છે. એક્ટ્રેસે કહ્યું કે, ધનુષ મારો માત્ર એક સારો મિત્ર છે. તેણે આ અફવાઓને રમુજ ગણાવતા કહ્યું કે, તેમાં કોઈ સત્ય નથી. મૃણાલે એ પણ સ્પષ્ટ કર્યું કે, 'સન ઓફ સરદાર 2'ના પ્રીમિયર પર ધનુષ મારી ગેસ્ટ લિસ્ટમાં સામેલ ન હતો. ધનુષ તે ઈવેન્ટમાં અજય દેવગણના કહેવા પર આવ્યો હતો. તેમાં મારો કોઈ રોલ ન હતો. આ બંને વચ્ચેના અફેરના સમાચાર પહેલી વાર ત્યારે સામે આવ્યા હતા જ્યારે મૃણાલ 'તેરે ઇશ્ક મેં' ના રેપ-અપ પાર્ટીમાં ધનુષ સાથે નજર આવી હતી. ત્યારબાદ સન ઓફ સરદાર 2 સ્ક્રિનિંગથી તેમનો એક નાનો વીડિયો વાયરલ થયો હતો. ધનુષ 18 વર્ષ સુધી એશ્વર્યા રજનીકાંત સાથે લગ્ન સંબંધમાં રહ્યો છે. 2022માં બંનેએ અલગ થવાનું એલાન કર્યું હતું, તે બંનેને બે બાળકો છે, જેમનો ઉછેર બંને સાથે મળીને કરી રહ્યા છે. આ ઉપરાંત એક્ટર પોતાની અપકમિંગ ફિલ્મો પર કામ કરી રહ્યો છે. તે ક્રિતી સેનન સાથે ફિલ્મ 'તેરે ઇશ્ક મેં' માં જોવા મળશે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે...
26 March, 2026
શાંતિની વાતો વચ્ચે ભીષણ યુદ્ધના એંધાણ! ઈરાનનો દાવો...
26 March, 2026
ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ...
25 March, 2026
ઈરાને પાકિસ્તાનની ઓફર ફગાવી, અમેરિકાની 15 શરતોનો પ...
25 March, 2026
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતના 20 જહાજ ફસાયા! ઈરાને...
25 March, 2026
સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યો છે :...
25 March, 2026
દિલ્લીના કરોલ બાગમાં ડબલ ડેકર બસ પલટી મારી જતાં 2ન...
25 March, 2026
24 કલાકમાં બદલાયા IPLની બે ફ્રેન્ચાઈઝીના માલિક, RC...
25 March, 2026
અજિત પવારના પ્લેન-ક્રૅશ નિવેદન પર રોહિત પવાર એક્શન...
25 March, 2026
અમેરિકાની ડબલ ગેમ? શાંતિની વાતો વચ્ચે તણાવ ઉગ્ર, ઈ...
25 March, 2026