Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

એટલીની ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે મૃણાલ ઠાકુરની પસંદગી

April 26, 2025

મુંબઇ : એટલીની અલ્લૂ અર્જુન સાથેની એક્શન ફિલ્મમાં ં મૃણાલ ઠાકુરને ફાઇનલ કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ માટે દીપિકા પદુકોણ અને જાહ્નવી કપૂર  સાથે વાતચીત ચાલી રહી છે.  મૃણાલે હાલમાં જ મુંબઇના એક સ્ટુડિયોમાં આ ફિલ્મ માટે પોતાનો લુક ટેસ્ટ આપ્યો હતો. હજુ ગયાં સપ્તાહે અલ્લુ અર્જૂન પણ આ ફિલ્મનો લૂક ટેસ્ટ આપવા માટે ખાસ મુંબઈ આવ્યો હતો અને તેણે બાંદરા વિસ્તારમાં એક સ્ટુડિયોમાં લૂક ટેસ્ટ આપ્યો હોવાના ફોટા વાયરલ થયા હતા.  આ એક્શન ફિલ્મમાં અલ્લુ અર્જુન પહેલીવાર ડબલ રોલ કરવાનો છે. આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ શરૂ થઇ ગયું છે. અલ્લૂ અર્જુન અને એટલી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શૂટિંગ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.