Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

નીરજ ચોપરાએ પહેલા થ્રોમાં જ કરી કમાલ, વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં એન્ટ્રી

September 17, 2025

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. તેણે 84.85 મીટરના અંતરે ભાલો ફેંકી ફાઈનલમાં સ્થાન હાંસલ કર્યું હતું. જેમાં પહેલાં થ્રોમાં જ 84.5  મીટરનું ક્વોલિફિકેશન માર્ક નોંધાયું હતું. પરંતુ નીરજ ચોપરાએ 84.85 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. ફાઈનલમાં નીરજ ચોપરાનો સામનો પાકિસ્તાનના અરશદ નદીમ સાથે થઈ શકે છે.

નીરજ ચોપરા સિવાય અન્ય કોઈપણ એથ્લેટ પહેલાં રાઉન્ડમાં ક્વોલિફાય થયો નથી. નીરજ ચોપરાના ગ્રૂપમાં છ એથ્લેટ હતા. હવે તે ગુરૂવારે ફાઈનલ મુકાબલામાં ઉતરશે. પેરિસ ઓલિમ્પિક 2024 બાદ પ્રથમ વખત પાકિસ્તાનના અરશદ નદીમ સાથે ફાઈનલમાં મુકાબલો કરશે. પેરિસમાં અરશદે 92.97 મીટર થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે નીરજનો સર્વશ્રેષ્ઠ થ્રો 89.45 મીટરનો રહ્યો હતો. આ થ્રો સાથે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.