ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો
July 22, 2025
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ચોમાસું સત્રના પહેલા દિવસે મોડી સાંજે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું. તેમણે બંધારણની કલમ 67 (A) ના આધારે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કરીને તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યું હતું. ધનખડના આ અચાનક પગલાથી વિપક્ષી પક્ષો ચોંકી ગયા છે. તેમજ કોંગ્રેસ રાજીનામાં પર પ્રશ્નો ઉઠાવી રહી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો હતો કે આ રાજીનામાં પાછળ સ્વાસ્થ્ય નહીં પણ કોઈ અન્ય કારણ હોઈ શકે છે. રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે મંગળવારે X પર એક પોસ્ટ શેર કરીને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'જગદીપ ધનખડે સોમવારે બપોરે 12:30 વાગ્યે રાજ્યસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC) ને બોલાવી હતી. આ દરમિયાન જેપી નડ્ડા અને કિરેન રિજિજુ સહિત મોટાભાગના સભ્યો હાજર હતા. પરંતુ ટૂંકી વાતચીત બાદ સમિતિની આગામી મીટિંગ 4:30 વાગ્યે નક્કી કરવામાં આવી હતી.' જ્યારે ફરી સાંજે 4:30 વાગ્યે મીટિંગ યોજાઈ ત્યારે સમિતિના સભ્યો મીટિંગ માટે ભેગા થયા. જોકે, જેપી નડ્ડા અને કિરેન રિજિજુ આ મીટિંગમાં આવ્યા ન હતા. તેમજ બંને મંત્રીઓ મીટિંગમાં હાજર કેમ નથી રહ્યા તે અંગેના કારણની જાણકારી પણ જગદીપ ધનખડને આપવામાં આવી ન હતી. એવામાં ધનખડને આ વાતનું ખરાબ લાગ્યું અને તેમણે આ મીટિંગ બીજા દિવસ એટલે કે આજે બપોરે 1 વાગ્યા સુધી મુલતવી રાખી. જયરામ રમેશે દાવો કર્યો હતો કે બપોરે 1 વાગ્યાથી 4:30 વાગ્યાની વચ્ચે ચોક્કસ કેટલીક ગંભીર વાતચીત થઈ હતી. આ જ કારણ છે કે જેપી નડ્ડા અને કિરેન રિજિજુ જાણી જોઈને સાંજની મીટિંગમાં હાજર રહ્યા ન હતા. ભલે જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હોય, પણ રાજીનામાં પાછળ કોઈ બીજું મોટું કારણ છે.
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026