કુખ્યાત નક્સલી કમાન્ડર 'હિડમા'નું ઢીમ ઢાળી દેવાયું, પત્નીનું પણ એન્કાઉન્ટર; અનેક હુમલામાં હતો સામેલ
November 18, 2025
હિડમા : આંધ્ર પ્રદેશમાં નક્સલવાદ સામેની લડાઈમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લાના મારેદુમિલ્લીમાં કરવામાં આવેલા એક સફળ ઓપરેશનમાં કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડર માડવી હિડમા અને તેની બીજી પત્ની રાજે ઉર્ફે રાજાક્કા સહિત અન્ય પાંચ નક્સલીઓ ઠાર થયા છે.
43 વર્ષીય માડવી હિડમા લાંબા સમયથી સુરક્ષા દળોના નિશાન પર હતો અને તેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
હિડમા પર ઓછામાં ઓછા 26 મોટા અને ઘાતક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હોવાનો ગંભીર આરોપ હતો. છત્તીસગઢના સુકમાના પૂર્વવર્તી વિસ્તારમાં 1981માં જન્મેલા હિડમાએ CPI (નક્સલવાદ)ની સેન્ટ્રલ કમિટીના સૌથી નાના સભ્ય તરીકે અને PLGA બટાલિયન નંબર 1ના કમાન્ડર તરીકે નક્સલી ગતિવિધિઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
અહેવાલો અનુસાર, સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં હિડમાની બીજી પત્ની રાજે ઉર્ફે રાજાક્કા પણ ઠાર થઈ છે. હિડમાનું મૃત્યુ એ નક્સલ વિરોધી ઓપરેશનમાં એક મોટી જીત માનવામાં આવે છે. તેના ઠાર થવાથી આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB) અને છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં નક્સલી સંગઠનના નેટવર્કને મોટો ફટકો પડશે. સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026