બાંગ્લાદેશમાં તારિક રહેમાનના શપથગ્રહણમાં ઓમ બિરલા આપશે હાજરી
February 15, 2026
દિલ્હી : બાંગ્લાદેશ ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલ પાર્ટી(BNP)એ મહાજિત હાંસલ કરી છે. 12 ફેબ્રુઆરીએ થયેલી સામાન્ય ચૂંટણીમાં BNPએ 300 બેઠકો માંથી 212 બેઠકો પર જીત મેળવી છે, તે સાથે જ તારિક રહેમાન નવા વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત તરફથી શપથ ગ્રહણ સમારોહનું પ્રતિનિધિત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નહીં કરે.
ભારત તરફથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા 17 ફેબ્રુઆરીના રોજ ઢાકામાં આયોજિત બાંગ્લાદેશની નવી સરકારના શપથ સમારોહમાં હાજરી આપશે. આ સમારોહ BNPના અધ્યક્ષ તારિક રહેમાનના નેતૃત્વમાં બનવા જઈ રહેલી નવી સરકારના ઔપચારિક કાર્યભાર ગ્રહણ કાર્યક્રમનો હિસ્સો છે. આ હાઈ લેવલ પ્રતિનિધિત્વ બંને દેશો વચ્ચે ગાઢ અને સ્થાયી સંબંધોનું પ્રતિક માનમાં આવી રહ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સામાજિક જોડાણ વર્ષોથી ચાલી રહ્યું છે. પરંતુ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર આવ્યા બાદ બંને દેશોના સંબંધો વચ્ચે વધુ ખટાશ આવી હતી.
ભારતે બાંગ્લાદેશમાં લોકતાંત્રિક પ્રક્રિયા પ્રમાણે ચૂંટાયેલી તારિક સરકારનું સ્વાગત કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાનને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. આ નવી સરકારથી ક્ષેત્રીય સ્થિરતા અને વિકાસમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. ઓમ બિરલાની ભાગીદારી દર્શાવે છે ભારત લોક તાંત્રિક મૂલ્યો અને પડોશી દેશો સાથે પારસ્પરિક સન્માન અને મજબૂત સંબંધને મહત્વ આપે છે.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026