'વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર', NDA સંસદીય દળની બેઠકમાં PM મોદીના પ્રહાર
August 05, 2025
સંસદ ભવનમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA સંસદીય દળની આજે બેઠક થઈ છે. આ બેઠક સંસદ ભવનના ઓડિટોરિયમમાં થઈ. જ્યારે પીએમ મોદી બેઠકમાં પહોંચ્યા ત્યારે NDA સાંસદોએ 'હર હર મહાદેવ' અને 'ભારત માતા કી જય'ના નારા સાથે તેમનું સ્વાગત કર્યું. તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ NDA સાંસદોએ પીએમ મોદીનું સન્માન કર્યું હતું અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીને હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું. આ ઉપરાંત NDA સંસદીય પક્ષની બેઠક શરૂ થાય તે પહેલાં, પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે, ભારતીય સેનાનું શૌર્ય અને પાકિસ્તાને ભારત પર કરેલા હુમલાને દુનિયા સમક્ષ લાવવા માટે મોકલવામાં આવેલા પ્રતિનિધિમંડળની બહાદુરી પર એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. NDA સંસદીય પક્ષની બેઠકમાં પસાર થયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે પહલગામ હુમલા માટે જવાબદાર 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF)ને અમેરિકા દ્વારા વિદેશી આતંકવાદી સંગઠન (FTO) અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી (SDGT) જાહેર કરવામાં આવ્યું છે, અને પહલગામ હુમલાની નિંદા કરતો BRICS સમિટમાં સંયુક્ત ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યો છે, જે પાકિસ્તાન દ્વારા તેની ધરતી પર ફેલાવવામાં આવી રહેલા આતંકવાદ સામે ભારતના રાજદ્વારી વલણની જીત દર્શાવે છે.NDAની બેઠકમાં 'ઓપરેશન સિંદૂર' અને 'ઓપરેશન મહાદેવ' પર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં પીએમ મોદી તેમજ ભારતીય સેનાને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા 7 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. NDA પાસે ઇલેક્ટોરલ કોલેજમાં સ્પષ્ટ બહુમતી હોવાથી, ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેના ઉમેદવારની પસંદગી માત્ર ઔપચારિકતા બની ગઈ છે.બીજેપી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીએમ મોદીએ NDA સંસદીય બેઠકને સંબોધિત કરતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાની માંગ કરીને મોટી ભૂલ કરી છે, આ ચર્ચામાં વિપક્ષ પોતાની જ ફજેતી કરાવી રહ્યો છે. એવો વિપક્ષ ક્યાં મળે કે જે પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર હોય! વિપક્ષ રોજ આવી ચર્ચા કરાવે...આ અમારું ક્ષેત્ર છે અને ભગવાન અમારી સાથે છે.
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો......
01 May, 2026
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026