યુગાન્ડામાં ઓવરટેકના ચક્કરમાં બસ ખીણમાં ખાબકી, 63 મુસાફરોના મોત
October 24, 2025
પૂર્વી આફ્રિકી દેશ યુગાન્ડામાં બસ અકસ્માતોની બે અલગ-અલગ ભયાનક ઘટનાઓએ દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 63 લોકોનાં મોત થયા છે. પ્રથમ ઘટનામાં ડ્રાઈવરની બેદરકારીના કારણે બસ ખીણમાં ખાબકી હોવાના અહેવાલ સામે આવ્યો છે, જ્યારે બીજી ઘટનામાં કમ્પાલા-ગુલુ હાઇવે પર બે બસ સહિત ચાર વાહનો એકબીજા સાથે અથડાયા હોવાની વિગતો સામે આવી છે.
પ્રથમ અને સૌથી મોટી દુર્ઘટના મંગળવારે કબાલે જિલ્લાના પહાડી વિસ્તારમાં બની હતી, જ્યાં એક પેસેન્જર બસ ખીણમાં ખાબકી ગઈ હતી. આ બસ કબાલેથી માસાકા જઈ રહી હતી. ડ્રાઈવરની બેદરકારીના કારણે બસ ઘણીવાર પલટીને ખીણમાં ધડાકાભેર નીચે પડી હતી, જેમાં 63 મુસાફરોના કરૂણ મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
બચાવ ટીમને સ્થળ પર પહોંચવામાં કલાકો લાગ્યા હતા અને 63 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે બસના ડ્રાઈવરની ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયાએ ઓવરસ્પીડિંગ ઉપરાંત બસમાં ઓવરલોડિંગને પણ અકસ્માતનું કારણ ગણાવ્યું છે.
અન્ય દુર્ઘટનાની વાત કરીએ તો, બુધવારે વહેલી સવારે યુગાન્ડાના કમ્પાલા-ગુલુ હાઇવે પર બે બસ સહિત ચાર વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં ઘણા લોકોના મોત થયા હોવાના અને અનેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.
પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, બસ ચાલકે ઓવકટેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને સામેથી આવતી લોરીને ટક્કર મારી હતી, જેના કારણે અન્ય વાહનો પણ અથડાયા હતા. ઈજાગ્રસ્તોને કિરીયાન્ડોન્ગોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાઈવેને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026