પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,

May 09, 2025

યુદ્ધની ગણતરીની કલાકોમાં જ પાકિસ્તાન જાત પર ઊતરી આવ્યું છે. ચોતરફથી ઘેરાયેલા પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું છે. ગુરુવારે મધરાતે પાકિસ્તાને ઉરી સેક્ટરમાં શૅલ ફેંક્યો. આ શૅલ એક હોટલની નજીક પડ્યો છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પાકિસ્તાનના ડ્રોન હુમલા બાદ ભારતે વળતો જવાબ આપતાં એક F-16 અને બે JF-17 સહિત ત્રણ ફાઇટર જેટ તોડી પાડ્યા છે. આ સિવાય કરાચી બંદર પર પણ ખાનાખરાબી સર્જાઈ હોવાની માહિતી છે.