ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
May 07, 2025

ભારતની ત્રણેય સેનાઓએ મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી ઠેકાણાનો ખાતમો બોલાવી દીધો છે. ભારતીય સેનાએ 7 મેની મધ્યરાત્રિએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓના ઠેકાણાઓ પર એક સાથે અનેક હુમલાઓ કર્યા હતા. આ હુમલામાં 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ હુમલો પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. સેનાની આ કાર્યવાહી બાદ દેશના અનેક વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ સેનાને સલામ કરી અને 'જય હિન્દ'ના નારા લગાવ્યા. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર, આકાશ ચોપરા અને પ્રજ્ઞાન ઓઝા, સુરેશ રૈનાએ સેનાના વખાણ કર્યા છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયા અને કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી વરુણ ચક્રવતીએ પણ સોશિયલ મીડિયા પર ઓપરેશન 'ઓપરેશન સિંદૂર'ની એક તસવીર શેર કરી, જેને સેનાએ જારી કરી હતી. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી છે. એક સંયુક્ત ઓપરેશન હેઠળ ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાનમાં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને કાર્યવાહી કરી છે. રિપોર્ટ પ્રમાણે આ હુમલામાં લગભગ 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતે આ કાર્યવાહીને 'સિંદૂર ઓપરેશન' નામ આપ્યું છે.
Related Articles
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, ભારત કરવાનું છે મેજબાની
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કર...
May 03, 2025
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી પેટ કમિન્સ હતાશ, ટીમની ભૂલો ગણાવી
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી...
May 03, 2025
વિરાટ કોહલીએ T20 ક્રિકેટથી કેમ લીધી નિવૃત્તિ? 10 મહિના બાદ તોડ્યું મૌન
વિરાટ કોહલીએ T20 ક્રિકેટથી કેમ લીધી નિવૃ...
May 03, 2025
રિંકુ સિંહને એક પછી એક બે લાફા ઝીંકી દીધા કુલદીપ યાદવે, મેચ બાદ બની ઘટના
રિંકુ સિંહને એક પછી એક બે લાફા ઝીંકી દીધ...
Apr 30, 2025
Trending NEWS

વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38...
07 May, 2025