Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું, ભારત જવાબ આપવા તૈયાર રહે - મોહન ભાગવત

November 09, 2025

બેંગલુરુ- ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંબંધો વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારત હંમેશા શાંતિ માટે પહેલ કરે છે, પરંતુ પાકિસ્તાન વારંવાર માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે. બેંગલુરુમાં 100 સાલ કી સંઘ યાત્રા - નયે ક્ષિતિજ કાર્યક્રમમાં સંબોધતી વખતે ભાગવતે પાકિસ્તાનને ચેતવણી આપી કે, ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, ભારત હંમેશા પાકિસ્તાન સાથે શાંતિ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાન તેની કદર કરતું નથી. ભારત હંમેશા શાંતિ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાન ભારતને નુકસાન પહોંચાડવાની મજાને જ શાંતિ સમજે છે. ભારત તરફથી ઝઘડાની શરૂઆત ન થવી જોઈએ. પરંતુ જો પાકિસ્તાન કરાર તોડશે તો તેને સફળતા નહીં મળે. પાકિસ્તાન જેટલો પ્રયાસ કરશે, તેટલું તેને જ નુકસાન થશે. RSS પ્રમુખે કહ્યું કે, પાકિસ્તાનને ભારતની શાંતિની ભાષા સમજાતી નથી, તેથી તેને તેની જ ભાષામાં જવાબ આપવો પડશે, જે તે સમજે છે. પાકિસ્તાન સમજતું નથી કે, તેઓ ભારતનું કશું બગાડી શકે તેમ નથી. તેથી આપણે તે ભાષા બોલવી પડશે, જે પાકિસ્તાનને સમજાય.