PM મોદી મણિપુર જશે? 'VVIP' મહેમાનની સુરક્ષા માટે તંત્રમાં દોડધામ, બેઠકોનો દોર શરૂ
September 02, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરના રોજ મિઝોરમ અને મણિપુરની મુલાકાત લેશે તેવા અહેવાલો મળ્યા છે. મણિપુરમાં કુકી અને મૈતી વચ્ચે ચાલી રહેલી હિંસા વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત અત્યંત મહત્ત્વની છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પીએમ મોદી પહેલાં મિઝોરમની મુલાકાત લેશે. જ્યાં બૈરાબી-સાંઈરંગ રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કરશે. પીએમ મોદી મિઝોરમમાં 51.38 કિમી લાંબી રેલવે લાઈનનું ઉદ્ધાટન કરશે. જે નોર્થ-ઈસ્ટ પ્રાંતમાં કનેક્ટિવિટી અને ઈકોનોમિક ઈન્ટેગ્રેશનને વેગ આપશે. નવી રેલવે લાઈન આઈઝોલ સાથે જોડાઈ આસામના સિલચર શહેરથી દેશના અન્ય હિસ્સા સાથે જોડાશે. મણિપુરની રાજધાની આઈઝોલ ખાતે સરકારી અધિકારીઓએ આ અંગે જાણકારી આપી હતી. મણિપુરમાં મે, 2023માં કુકી અને મૈતી વચ્ચે ફાટી નીકળેલી હિંસા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાતની અંતિમ રૂપરેખા જાહેર થઈ નથી. જેથી હજુ સુધી મુલાકાતની ખાતરી થઈ નથી. મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી હિંસા પર અંકુશ લેવામાં સફળ ન રહેતાં રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી, 2025થી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. મિઝોરમના ચીફ સેક્રેટરી ખીલ્લી રામ મીણાએ સોમવારે વિવિધ વિભાગો અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મીટિંગ કરી હતી. જેમાં પીએમની મુલાકાત માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીની સમીક્ષા પર ચર્ચા થઈ હતી. મીટિંગમાં ટ્રાફિક મેનેજમેન્ટ, સુરક્ષા બંદોબસ્ત, રિસેપ્શન અને રસ્તાઓમાં શણગાર સહિતની મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026
સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમન...
29 April, 2026