હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
October 17, 2026
હિમાચલ પ્રદેશમાં આજે વહેલી સવારે ધરા ધ્રુજી છે. 04:37 વાગ્યે 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. સવારે લોકો ઊંઘમાં હતા ત્યારે આંચકા આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ શિમલામાં નોંધાયું હતું, જેની ઊંડાઈ 10 કિમી નોંધાઈ છે. આ ભૂકંપની સૌથી વધારે અસર શિમલા અને સોલનના વિસ્તારમાં રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. શિમલા અને સોલન સાથે ઉત્તરના કેટલાક વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા. આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના કારણે કોઈ જાનમાલને નુકસાન થયું હોય તેવા સમાચાર મળ્યા નથી.
4.1ની તીવ્રતાના કારણે મોટાભાગે કોઈ નુકસાન નથી થયું, પરંતુ ચિંતાની વાત એ છે કે પહાડી વિસ્તારમાં 5ની તીવ્રતાનો ભૂકંપ મોટી તારાજી સર્જી શકે છે. 4.5 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપથી જાનમાલનું નુકસાન થઈ શકે છે અને ઘરો, ઈમારતોને નુકસાન પહોંચી શકે છે.
પાંચ દિવસ પહેલાં પણ હિમાચલ પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ચંબામાં 5 કિલોમીટરની ઊંડાઈએ હતું. ચંબા વિસ્તારમાં અગાઉ પણ હળવા તીવ્રતાના ભૂકંપ અનુભવાયા છે. તાજેતરનો આ ભૂકંપ સોમવારે સાંજે 04:40 વાગ્યે અનુભવાયો હતો.
Related Articles
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
Trending NEWS
14 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026
13 October, 2026
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026