અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે

October 17, 2026

અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2030 પૂર્વે શહેરની હવા ગુણવત્તા (Air Quality) સુધારવા અને પ્રદૂષણ નિયંત્રણમાં લાવવાના હેતુસર નરોડા, વટવા અને ઓઢવ જેવા પ્રમુખ ઔદ્યોગિક વિસ્તારોના એકમોને ખેડા અથવા શહેરની બહારના વિસ્તારોમાં રિલોકેટ કરવા બાબતે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. તંત્ર દ્વારા આ પ્રકારે મોકલવામાં આવી રહેલા મેસેજોના અમલથી અમદાવાદના નાના અને સૂક્ષ્મ એકમો બંધ પડી જવાની, મધ્યમ કદના ઉદ્યોગોની કમર તૂટી જવાની અને લાખો લોકો બેરોજગાર બનવાનો ડર છે. આ ઔદ્યોગિક એકમોએ શિફ્ટિંગના કિસ્સામાં નવો પ્લાન્ટ ઊભો કરવા માટે કરોડો રૂપિયાનું નવું મૂડીરોકાણ, જમીન સંપાદન ખર્ચ, જૂના મશીનરીના ડિસ્મેન્ટલિંગ (ઉખાડવા) તથા શિફ્ટિંગનો ખર્ચ, તેમજ પ્રોડક્શન સાયકલ બંધ રહેવાને કારણે થતું કરોડો રૂપિયાનું દૈનિક ટર્નઓવરનું નુકસાન વેઠવાનું આવતા ઉદ્યોગોની કમર તોડી નાખશે. અમદાવાદની નરોડા, વટવા અને ઓઢવ જીઆઈડીસીએ રાજ્યના કેમિકલ, ટેક્સટાઈલ, અને એન્જિનિયરિંગ ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં લાખો શ્રમિકો પોતાની આજીવિકા મેળવે છે. આ ઔદ્યોગિક વિસ્તારોના એકમોને ખસેડવામાં આવે તો તેની સીધી કામદારોની રોજગારી પર પડશે. અંદાજે 3થી 4 લાખથી વધુ કામદારો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ધોરણે રોજગારી મેળવી રહ્યા છે. દાણીલીમડા અને અન્ય વિસ્તારના એકમો અને તેમાં નોકરી કરનારાઓને હજી ધ્યાનમાં જ લેવામાં આવ્યા નથી. સમગ્રતયા સ્થાનિક કક્ષાએ મોટો રોજગાર સંકટ ઊભો થવાની આશંકા છે. આ શિફ્ટિંગ કવાયતના કારણો ચાર જીઆઈડીસીની સીધી રોજગારી મેળવતા અંદાજે 3.27 લાખથી વધુ કામદારોને તેમના પરિવાર સાથે અમદાવાદ શહેર છોડીને ખેડા કે અન્ય દૂરના અંતરિયાળ વિસ્તારમાં શિફ્ટ થવાની ફરજ પડી શકે છે. આ ઉપરાંત દરેકના પરિવારના સરેરાશ પાંચ સભ્ય ગણવામાં આવે તો અંદાજે 16 લાખથી અને આડકતરી રોજગારી મેળવનારા એક લાખ લોકોના પરિવારના સભ્ય મળીને કુલ 20 લાખ લોકોએ સ્થળાંતર કરવું પડી શકે છે. આ કામદારોનું સ્થળાંતર થવાથી તેમના પરિવાર અને સામાજિક જીવન પર ઘેરી નકારાત્મક અસરો પડશે. કામદારોના બાળકોનું શિક્ષણ બગડશે. સત્રની વચ્ચે શાળા-કોલેજો બદલવી મુશ્કેલ બનશે. ઉપરાંત, નવા વિસ્તારોમાં રહેઠાણ, આરોગ્ય સુવિધાઓ અને અન્ય મૂળભૂત સગવડો ઊભી કરવી પડકારજનક બનશે. કાયમી શિફ્ટિંગની જટિલ કવાયતના બદલે જો કોમનવેલ્થ ગેમ્સના બે મહિનાથી જ ઔદ્યોગિક એકમોને કામચલાઉ ધોરણે બંધ રાખવાની સૂચના આપવામાં આવે, તો તે એક અત્યંત વ્યવહારુ, સસ્તો અને યોગ્ય વિકલ્પ બની શકે છે. દિલ્હીમાં ભાજપની જ સરકારે શાળામાં પોલ્યુશનને નિયંત્રણમાં રાખવા માટે 42 દિવસ માટે બાંધકામના અને જૂના બાંધકામ તોડવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ કરી દીધી છે. આ સ્થિતિમાં બધી ત્રણ મહિના માટે અમદાવાદના તમામ જીઆઈડીસીના એકમોને તેમના એકમો બંધ રાખવાની ફરજ પાડી શકાય છે. બે મહિનાના બંધના સમયગાળાના કામદારોને સંપૂર્ણ પગાર ચૂકવવાનો આ થક બોજ ઉઠાવી લેવા ઉદ્યોગો તૈયાર થશે. બે માસના કામચલાઉ બંધના ગાળા દરમિયાન ઉદ્યોગપતિઓ તેમના કામદારોને સંપૂર્ણ પગાર આપવા પણ તૈયાર થશે. નવા સ્થાને ફેક્ટરી શિફ્ટ કરવાના અબજો રૂપિયાના ખર્ચ અને કાયમી નુકસાનની તુલનામાં ખૂબ જ ઓછો હશે.