અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
October 17, 2026
મળતી માહિતી મુજબ, અંકુર પટેલ અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલતો હતો અને વારંવાર ઝઘડા થતા હતા. ગત મે મહિનાથી પત્ની પોતાની દીકરીને અંકુર પાસે મૂકીને અલગ રહેવા લાગી હતી. અલગ થયા બાદ પત્ની ઓફિસના જ એક પુરુષ સહ-કર્મચારીને ડેટ કરી રહી હોવાની જાણ અંકુરને થઈ હતી. એ પછી અંકુરે પત્નીને દીકરી સાથે વાત કરવાનું પણ બંધ કરાવી દીધું હતું. અંકુર તેને વારંવાર પોતાની પાસે પાછી આવી જવાનું કહેતો હતો, પરંતુ પત્ની તેના નવા પાર્ટનર સાથે જ રહેવા માંગતી હતી, જેને કારણે બંને વચ્ચે અવારનવાર તીવ્ર ઝઘડા થતા હતા. દરમિયાન, અંકુરે પત્નીને કહ્યા વગર જ પોતાની દીકરીને પેરેન્ટ્સ પાસે ભારત મોકલી દીધી હતી. ત્યારબાદ તેણે પત્નીને એવું કહીને ઘરે બોલાવી હતી કે દીકરી તેને મળવા માંગે છે. પત્ની જ્યારે દીકરીને મળવાની ઇચ્છાથી ઘરે આવી, ત્યારે અંકુરે તેને ફરીથી સાથે આવી જવા અને સાથે રહેવા વિનંતી કરી હતી. પરંતુ પત્નીએ સાથે આવવાની સ્પષ્ટ ના પાડી દેતા ઉશ્કેરાયેલા અંકુરે છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી.પત્નીની હત્યા કર્યા બાદ અંકુર એપાર્ટમેન્ટમાંથી ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ કોઈ પરિચિત વ્યક્તિ ઘરે આવતા તેણે પત્નીનો રક્તરંજિત મૃતદેહ જોયો હતો અને તરત જ પોલીસને જાણ કરી હતી. બીજી તરફ, હત્યા કરી ચૂક્યા બાદ અંકુર શિકાગોના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પરથી ભારત ભાગી છૂટવાની પેરવીમાં હતો, પરંતુ પોલીસે સમયસૂચકતા વાપરીને તેને ઍરપૉર્ટ પરથી જ ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન અંકુર ભાંગી પડ્યો હતો અને તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે પત્નીને મારી નાખવાનો તેનો ઈરાદો ન હતો, પરંતુ પત્નીએ બીજા પાર્ટનર સાથે જ રહેવાની જીદ પકડી રાખતા તે ગુસ્સામાં આવી ગયો હતો અને આ આવેગમાં આવીને છરીના ઘા મારી દીધા હતા.
Related Articles
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો કરાવવાનું મળ્યું ઈનામ! અમેરિકાએ આપ્યો હિલેરી ક્લિન્ટન એવોર્ડ
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો...
Oct 17, 2026
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્કૂલમાં ગોળીબાર, 3 બાળક અને ટીચરના મોત, હુમલાખોર પણ ઠાર
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્...
Oct 17, 2026
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રા...
Oct 17, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026