Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ફ્રાન્સમાં રાજકીય ઉથલપાથલ: કેબિનેટ ગઠનના ગણતરીના કલાકો બાદ PMનું રાજીનામું, મેક્રોનને ઝટકો

October 06, 2025

ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ એક મહિનામાં જ રાજીનામું આપતાં રાષ્ટ્ર પ્રમુખ મેક્રોનને મોટો ઝટકો વાગ્યો છે. બજેટ રજૂ ન કરવા બદલ અને શાસન કરવામાં નિષ્ફળ રહ્યા બાદ લોકોર્નુએ રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાની જાહેરાતથી પેરિસ સ્ટોક એક્સચેન્જ 1.7 ટકા તૂટ્યો હતો. ફ્રાન્સમાં એક વર્ષમાં લેકાર્નુ રાજીનામું મૂકનારા ચોથા વડાપ્રધાન બની ગયા. જેનાથી ફ્રાાન્સના પ્રમુખ ઇમેનુએલ મેક્રોનની મુશ્કેલી વધી ગઇ છે.  

ફ્રાન્સના મીડિયા રિપોર્ટ અનુસાર, લોકોર્નુએ કેબિનેટની રચનાના થોડા કલાકમાં જ રાજીનામું આપી દીધુ હતું. તેમની વિરૂદ્ધ વિપક્ષ દ્વારા સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેથી તેમને ગંધ આવી ગઈ હતી કે, સંસદમાં તેમનો સ્વીકાર કરવામાં આવશે નહીં. લોક હાંસીથી બચવા તેમણે પોતે જ રાજીનામું આપી દીધુ હતું. કેબિનેટની રચના બાદ કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ બેઠક પહેલાં જ લોકોર્નુએ પોતાના પદ પરથી રાજીનામું જાહેર કર્યું હતું.