કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના
May 18, 2025
સિક્કિમ- જૂન મહિનામાં ફરી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થવા જઈ રહી છે. પાંચ વર્ષના લાંબા ગાળા બાદ સિક્કિમથી ફરી યાત્રા શરૂ થવાની છે. આ માટે રાજ્ય સરકારે પૂરજોશમાં તૈયારી શરુ કરી દીધી છે. આ પવિત્ર યાત્રા નાથુ લા પાસથી શરૂ થશે, જે સિક્કિમને ચીનમાં તિબેટ સાથે જોડે છે. 2017માં ડોકલામ વિવાદ અને કોવિડ રોગચાળાને કારણે યાત્રા મુલતવી રખાઈ હતી. જોકે માનસરોવર યાત્રા અંગે ભારત-ચીન વચ્ચે સંબંધો સુધર્યા બાદ સિક્કિમ સ્થિત સરહદ પર માર્ગની કામગીરી અંતિમ તબક્કામાં છે.
ભારત સરકારના વિદેશ મંત્રાલયે ગત મહિને જાહેરાત કરી હતી કે, આ યાત્રા જૂન અને ઓગસ્ટ વચ્ચે બે રૂટથી શરૂ થશે. આ બે રુટમાં ઉત્તરાખંડના લિપુલેખ પાસે અને સિક્કિમના નાથુ લાનો સમાવેશ થાય છે. કબી લુંગચોકના ધારાસભ્ય થિનલી શેરિંગ ભૂટિયાએ કહ્યું કે, નાથુ લા રૂટ પર સારા રસ્તાઓની ઉપલબ્ધતાને કારણે યાત્રા વધુ સલામત અને અનુકૂળ બનશે. આ માર્ગો પર માળખાગત સુવિધાઓનો વિકાસ પૂર્ણ થવાનો છે.
બાંધકામ કાર્યોના લેબર ઈન્ચાર્જ સુનિલ કુમારે કહ્યું કે, આગામી ચારથી પાંચ દિવસમાં અનુકૂલન કેન્દ્રોનું નવીનીકરણ અને પુનર્નિર્માણ પૂર્ણ થવાની આશા છે. યાત્રા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. રૂટ પર અનુકૂલન કેન્દ્રોમાં 50થી 60 લોકો આરામથી બેસી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
યાત્રામાં બની રહેલા બે અનુકુળ કેન્દ્રોમાંથી એક કપુપ રોડ પર અને બીજું હંગૂ તળાવ પાસે બનાવાઈ રહ્યું છે. દરેક કેન્દ્રમાં બે પાંચ પથારીવાળા અને બે-બે પથારીવાળા મકાનો હશે. અહીં એક તબીબી કેન્દ્ર, કાર્યાલય, રસોડું અને યાત્રાળુઓ માટે અન્ય જરૂરી સુવિધાઓ પણ હશે.
Related Articles
જુલાઈમાં બનશે નવપંચમ દૃષ્ટિ રાજયોગ, 4 રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ જવાનું છે
જુલાઈમાં બનશે નવપંચમ દૃષ્ટિ રાજયોગ, 4 રા...
May 09, 2026
મે મહિનામાં બની રહ્યા છે અનેક શક્તિશાળી રાજયોગ, 5 રાશિના જાતકોનું નસીબ ચમકશે
મે મહિનામાં બની રહ્યા છે અનેક શક્તિશાળી...
May 01, 2026
આવતીકાલથી શનિ અસ્ત થતાં 3 રાશિના જાતકોએ આગામી 35 દિવસ સુધી સાવચેત રહેવું
આવતીકાલથી શનિ અસ્ત થતાં 3 રાશિના જાતકોએ...
Mar 12, 2026
ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ દુર્લભ સંયોગ! જાણો ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ...
Mar 10, 2026
વડતાલ: એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ
વડતાલ: એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવ...
Feb 27, 2026
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાત...
Feb 23, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026