3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે
February 23, 2026
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે પણ કોઈ ગ્રહ વક્રી અથવા માર્ગી ચાલ ચાલે છે ત્યારે તેની ચાલનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવન પર સીધો પડે છે. દ્રિક પંચાંગ પ્રમાણે બુધ 26 ફેબ્રુઆરી, 2026ના રોજ કુંભ રાશિમાં ઉલટી ચાલ ચાલશે અને 21 માર્ચ સુધી આ જ અવસ્થામાં રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને બુદ્ધિ, સંવાદ, વ્યવસાય અને નિર્ણય ક્ષમતાનો ગ્રહ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે બુધ વક્રી થાય છે, ત્યારે ઘણા લોકોના કામ, અભ્યાસ અને નિર્ણયો પર અસર પડે છે. ખાસ કરીને કેટલીક રાશિના જાતકોએ આ સમય દરમિયાન વધુ સાવધાની રાખવાની જરૂર પડશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન કામમાં વધુ સાવધાની રાખવી પડશે. કરિયરમાં ઉતાર-ચઢાવ આવી છે અને નાની ભૂલો પણ સમસ્યાનું કારણ બની શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકી શકે છે. કોઈપણ મોટા નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી શ્રેષ્ઠ છે. તમારા સ્વાસ્થ્યને પણ અવગણશો નહીં.
કન્યા રાશિ
બુધ ગ્રહની વક્રી થવાથી કન્યા રાશિના જાતકોને અચાનર પરિવર્તન જોવા મળી શકે છે. નોકરીમાં ટ્રાન્સફર અથવા જવાબદારીઓમાં ફેરફાર શક્ય છે. કામમાં અવરોધો આવી શકે છે, પરંતુ ધીરજ રાખવાથી પરિસ્થિતિ ધીમે-ધીમે સુધરી જશે. વિદેશમાં અભ્યાસ કરવાનું આયોજન કરતા જાતકોને થોડો વિલંબ અથવા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
મકર રાશિ
આ સમય દરમિયાન મકર રાશિના જાતકોના શબ્દોનો ખોટો અર્થઘટન થઈ શકે છે, તેથી બોલતી વખતે સમજી-વિચારીને શબ્દનો પ્રયોગ કરો. ઓફિસમાં કોઈની પણ સાથે દલીલ કરવાનું ટાળો, નહીંતર નુકસાન થઈ શકે છે. અભ્યાસ અને સંગત બંનેમાં સાવધાની રાખો. ગળા કે કાનની સમસ્યાઓ શક્ય છે, તેથી બેદરકારી ન દાખવવી.
મીન રાશિ
મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન વિચાર્યા વિના પૈસાનું રોકાણ કરવાનું ટાળો, નહીંતર નુકસાન થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. પરિવારના સભ્યો, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી શકે છે. કેટલાક જાતકોને પ્રમોશન અથવા કામમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે, જે થોડી ચિંતાનું કારણ બની શકે છે.
બુધ વક્રી દરમિયાન શું કરવું?
1. ભગવાન ગણેશની પૂજા કરવાથી નકારાત્મક પ્રભાવ ઓછો થાય છે.
2. ગાયને લીલું ઘાસ ખવડાવવું શુભ માનવામાં આવે છે.
3. બુધ સબંધિત મંત્રોનો નિયમિત જાપ કરવો લાભદાયી નીવડી શકે છે.
Related Articles
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોએ સાવધાન થઇ જવું
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં...
Sep 11, 2026
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના જાતકોની કિસ્મત પલટાવશે
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના...
Sep 03, 2026
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ: અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને વૃષભ ચંદ્રનો સંયોગ
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ...
Sep 02, 2026
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, બુધની રાશિમાં શુક્રની એન્ટ્રી કરાવશે ધનલાભ
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા...
Jul 27, 2026
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર ચર્ચા થશે
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક...
Jul 19, 2026
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણતરી કરતા 23 કર્મચારીના સામૂહિક રાજીનામા
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણ...
Jul 10, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026