વિશ્વ વિક્રમ માટેની તડામાર તૈયારીઓ, સરયુ ઘાટ પર આરતી સાથે રામનગરી ગુંજી ઉઠશે
October 18, 2025
રામનગરી અયોધ્યા ખાતે શનિવારે ભવ્ય દીપોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ તૈયારીઓ એક ખાસ કાર્યક્રમના ભાગ રૂપે કરવામાં આવી રહી છે. સરયુ ઘાટ પર 2,100 અર્ચકો એકસાથે આરતી કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે. હાલ ગિનિસ ટીમ અયોધ્યા ખાતે પહોંચી ગઈ છે જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા તરફ એક મોટું પગલું સાબિત થશે.
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કરવું એ ખરા અર્થમાં ગર્વની વાત કહેવાય છે ત્યારે અયોધ્યાનો સરયુ ઘાટ ઇતિહાસ રચવા માટે તૈયાર થઈ ગયો છે. શનિવારે રામનગરી અયોધ્યા આ દીપોત્સવ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણની જીવંત સાક્ષી બનવા જઈ રહી છે ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ આજે અયોધ્યા પહોંચી હતી અને સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ પણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ આ કાર્યક્રમનું નેતૃત્વ નિશ્ચલ બારોટ કરી રહ્યા છે. આ મહા આરતી દરમિયાન તમામ અર્ચકોના કપડાં તેમના સંકલન અને તાલીમ પાર ખાસ ભાર મૂકવામાં આવશે. આ ભવ્ય કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે રિહર્સલ દરમિયાન, સરયુ ઘાટ પર શિસ્ત, ભક્તિ અને ભવ્યતાનું અનોખું મિશ્રણ જોવા મળ્યું હતું. હજારો ભક્તો સ્થળ પર આ નોંધપાત્ર ક્ષણના સાક્ષી બનશે. દીપોત્સવની આ ઉજવણી સાથે, અયોધ્યા ફરી એકવાર વિશ્વના નકશા પર ચમકશે.
Related Articles
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
Trending NEWS
14 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026
13 October, 2026
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026