ટ્રમ્પની ટેરિફ ધમકી મામલે પુતિનનું ભારતને સમર્થન
August 05, 2025
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી ભારત-રશિયાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત મોટા પ્રમાણમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાથી ટ્રમ્પને ભારે વાંધો પડ્યો છે. આ જ કારણે તેમણે તાજેતરમાં જ ભારત પર ટેરિફ અને પેનલ્ટી લાદવાની ધમકી આપી હતી. હવે આ મામલે રશિયા ભારતના સમર્થનમાં ઉતર્યું છે. રશિયાએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમારો ભારત જેવા દેશોથી વેપાર ખતમ કરવા માટે ગેરકાયદેસર રીતે દબાણ કરી રહ્યા છે.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, અમે છેલ્લા ઘણા સમયથી ધમકીભર્યા ઘણા નિવેદનો સાંભળી રહ્યા છીએ. આવી ધમકીઓ આપીને રશિયા સાથે વેપાર ખતમ કરવા અન્ય દેશોને મજબૂર કરવામાં પ્રયાસ થઈ રહ્યો છે. અમે આવા નિવેદનને યોગ્ય માનતા નથી. અમારું માનવું છે કે, સંપ્રભુ દેશો પાસે પોતાના વેપાર ભાગીદાર, વેપાર અને આર્થિક સહયોગ માટે ભાગીદાર પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ અને તે છે. દેશોના હિતમાં હોય તેમ વેપાર અને આર્થિક સહયોગ માટે ભાગીદાર પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ.’
ટ્રમ્પે ભારત પર રશિયામાંથી ક્રૂડ ખરીદવા બદલ ભારે પેનલ્ટી લાદવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારતે સ્પષ્ટતા કરી દીધી છે કે, તે કોઈના દબાણમાં આવશે નહીં. જો ભારત કોઈપણ કારણોસર રશિયામાંથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરશે તો, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવોમાં ભારે ઉછાળો આવશે. જેની સીધી અસર ભારત કરતાં અમેરિકા પર સૌથી વધુ પડશે. કારણકે, અમેરિકા વિશ્વમાં બીજું સૌથી મોટુ ક્રૂડ આયાતકાર છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026