Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, ઝારખંડની ચાઇબાસા કોર્ટે જામીન આપ્યા

August 06, 2025

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બુધવારે જામીન મળ્યા. ઝારખંડના ચાઇબાસાની એમપી-એમએલએ કોર્ટે આ જામીન આપ્યા હતા. મામલો ભાજપ નેતા પ્રતાપ કટિહાર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસ સંબંધિત હતો.  આ વિવાદની શરુઆત રાહુલ ગાંધીના 28 માર્ચ 2018માં કોંગ્રેસ અધિવેશનમાં આપેલા એક નિવેદનથી થઈ હતી. જેમાં રાહુલ ગાંધીએ ભાજપના તત્કાલીન પ્રમુખ અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારે આ મામલે 9 જુલાઈ 2018ના રોજ પ્રતાપ કટિહારે ચાઇબાસા સીજેએમ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.  આ મામલે અનેક વખત સમન્સ મોકલાયા હતા પણ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા ન હતા. છેવટે 26 જૂને કોર્ટે તેમને હાજર કરવા માટે બિન જામીનપાત્ર વૉરન્ટ ઈશ્યૂ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેની સામે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસ અગાઉ ચાઇબાસા સીજેએમ કોર્ટમાંથી રાંચીમાં આવેલાી એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હતો પણ પછીથી જ્યારે ચાઇબાસામાં એમપી-એમએએલ સ્પેશિયલ કોર્ટની રચના થઈ તો ફરીવાર કેસ ચાઇબાસા શિફ્ટ કરાયો હતો.