Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

'સર્કસ ચલાવી રાખ્યું છે', જયશંકર-જિનપિંગની મુલાકાત મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ

July 15, 2025

લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે મંગળવારે (15 જુલાઈ) વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત મુદ્દે કટાક્ષ કરી છે. જેમાં રાહુલ ગાંધીએ એસ. જયશંકર પર જિનપિંગને ભારત-ચીન સંબંધો વિશે જાણકારી આપવા મામલે નિશાનો સાધતા કહ્યું હતું કે, 'તેઓ દેશની વિદેશ નીતિને નષ્ટ કરવાના ઉદ્દેશ્યથી સંપૂર્ણ રીતે સર્કસ ચલાવી રાખ્યું છે.'

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર લખ્યું હતું કે, 'ચીની વિદેશ મંત્રી આવશે અને મોદીને ચીન-ભારત સંબંધો મામલે હાલની સ્થિતિ અંગે અવગત કરશે. વિદેશ મંત્રી હવે ભારતની વિદેશ નીતિને બરબાદ કરવાના હેતુથી એક સંપૂર્ણ વિકસિત સર્કસ ચલાવી રહ્યા છે. બેઇજિંગમાં શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન જયશંકરે ચીનના રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી શુભકામનાઓ પણ પાઠવી હતી.'

તેમણે વધુમાં લખ્યું કે, 'જયશંકરે કહ્યું કે, આજે સવારે બેઇજિંગમાં આપણા સાથી એસસીઓ વિદેશ મંત્રીયોની સાથે રાષ્ટ્રપતિ શી જિનપિંગથી મુલાકાત કરી. જિનપિંગ આપણા દ્વિપક્ષીય સંબંધોમાં હાલના વિકાસથી માહિતીગાર કર્યા. આપણા નેતૃત્ત્વના માર્ગદર્શનને મહત્ત્વ આપે છે. જયશંકર શંધાઈ સહયોગ સંગઠન (SCO)ના વિદેશ મંત્રીની બેઠકમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાતે છે. સોમવારે જયશંકરે તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે બેઠક કરી હતી. જેમાં દ્વિપક્ષીય સંબંધો પ્રતિ દૂરદર્શી દ્રષ્ટિકોણ, સ્થિર અને રચનાત્મક સંબંધ બનાવવાની જરૂરિયાત પર ચર્ચા કરી હતી.'