અખાતી દેશોમાંથી ભારતમા આયાત થતા એલપીજી ગેસમાં ઘટાડો
August 09, 2026
૧૦૦ ટકા ટેરિફની લટકતી તલવારને પગલે અમેરિકા ખાતેથી પૂરવઠો હજુ વધવા સંભવ
મુંબઈ : પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે ભારતના ઈંધણના પૂરવઠેદારોમાં પણ ફેરબદલ જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હોર્મુઝ ખાડી બંધ પડી જવાને પરિણામે અમેરિકા ખાતેથી ભારતની લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતની એલપીજીની આયાતમાં અમેરિકાના હિસ્સામાં જોરદાર વધારો થયો છે.
૧૦૦ ટકા ટેરિફની લટકતી તલવારને પગલે આવનારા દિવસોમાં આ હિસ્સામાં વધારો થવાની પણ શકયતા રહેલી છે. અખાતી વિસ્તારમાંથી ભારતની એલપીજી આયાત ઘટી ગઈ છે જ્યારે અમેરિકા ખાતેથી પૂરવઠામાં વધારો થયો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. વર્તમાન વર્ષના જાન્યુઆરીથી જુલાઈના ગાળામાં અમેરિકા ખાતેથી ભારતે ૩૬ લાખ ટન એલપીજીની આયાત કરી છે જ્યારે આજ ગાળામાં અખાતી વિસ્તારમાંથી આયાત ઘટી ૫૩ લાખ ટન રહી છે. પશ્ચિમ એશિયા યુદ્ધ પહેલા ભારત એલપીજીની ૯૦ ટકા આયાત યુએઈ, સાઉદી અરેબિયા, કતાર તથા કુવૈત જેવા અખાતી દેશો ખાતેથી કરતું હતું.
એલપીજીની એકંદર આવશ્યકતામાંથી ૬૦ ટકા આયાત મારફત પૂરી કરે છે. જૂનની સરખામણીએ જુલાઈમાં અમેરિકા ખાતેથી એલપીજી આયાત ૨૪ ટકા વધી ૮.૯૬ લાખ ટન રહી છે. જ્યારે યુએઈ ખાતેથી આયાત ૩૫ ટકા ઘટી ૧.૦૨ લાખ ટન રહી છે અને સાઉદી ખાતેથી ગત મહિને એલપીજીની આયાત જરા પણ થઈ નહીં હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે. કુવેત ખાતેથી પણ આયાત ૪૩ ટકા ઘટી ૩૩૦૦૦ ટન રહી છે જ્યારે કતાર ખાતેથી માત્ર ૧૯૦૦૦ ટન એલપીજીની ખરીદી શકય બની છે.
યુદ્ધ પહેલા જાન્યુઆરીમાં અમેરિકા પાસેથી ભારતે ૨.૬૮ લાખ ટન અને યુએઈ પાસેથી ૮.૨૬ લાખ ટન એલપીજીની ખરીદી કરી હતી.જાન્યુઆરીમાં ૧૨ ટકાની સામે જુલાઈમાં એલપીજી આયાતમાં અમેરિકાનો હિસ્સો વધી ૭૩ ટકા પર આવી ગયો છે, જ્યારે યુએઈનો હિસ્સો ૩૭ ટકા પરથી ઘટી ૮.૨૦ ટકા અને કતારનો ૧૮.૭૦ ટકાથી ઘટી ૧.૫૦ ટકા જ રહ્યો છે.
Related Articles
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026