રશિયાએ 'ઝિરકોન' હાઇપરસોનિક મિસાઈલ ટેસ્ટ કરતાં દુનિયા ચોંકી
September 14, 2025
રશિયાએ ફરી એકવાર દુનિયાને પોતાની લશ્કરી તાકાતનો અનુભવ કરાવ્યો છે. લશ્કરી કવાયત દરમિયાન રશિયાએ તેના સૌથી ઘાતક હથિયારો પૈકી એક હાઇપરસોનિક ઝિર્કોન મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલની ગતિ અવાજની ગતિ કરતાં 9 ગણી વધારે છે, જેને રોકવી લગભગ અશક્ય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મિસાઇલ કોઈપણ દેશનો નકશો બદલવાની ક્ષમતા ધરાવે છે. રશિયાએ રવિવારે આ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, અમે બેરેન્ટ્સ સમુદ્રમાં એક લક્ષ્ય પર ઝિર્કોન (ત્સિર્કોન) હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ છોડી હતી અને સુખોઈ સુ-34 સુપરસોનિક ફાઇટર-બોમ્બર્સે બેલારુસ સાથે સંયુક્ત લશ્કરી કવાયતના ભાગ રૂપે હુમલા કર્યા હતા.
રશિયન સંરક્ષણ મંત્રાલયે સધર્ન ફ્લીટના એડમિરલ ગોલોવ્કો ફ્રિગેટ દ્વારા બેરેન્ટ્સ સમુદ્રમાં એક લક્ષ્ય પર ઝિર્કોન હાઇપરસોનિક મિસાઇલ છોડવામાં આવી રહી હોવાના ફૂટેજ જાહેર કર્યા હતા. ફૂટેજમાં જોવા મળ્યું છે કે, ફ્રિગેટથી મિસાઈલ છોડવામાં આવી હતી અને પછી તે ક્ષિતિજ પર એક ખૂણા તરફ આગળ વધી હતી. મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે, વાસ્તવિક સમયમાં પ્રાપ્ત સર્વેલન્સ ડેટા અનુસાર, લક્ષ્ય સીધા પ્રહાર સાથે નાશ પામ્યું હતું. મંત્રાલયે એમ પણ જણાવ્યું કે સધર્ન ફ્લીટના મિશ્ર ઉડ્ડયન કોર્પ્સના લાંબા અંતરના એન્ટિ-સબમરીન વિમાનો આ કવાયતમાં સામેલ હતા. ઉપરાંત, Su-34 ના ક્રૂએ જમીન પરથી બોમ્બમારોનો અભ્યાસ પણ કર્યો હતો.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026