Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રશિયાનું નવું 'જમ-દૂત' મિસાઇલ નાનું એટમિક રીએક્ટર ધરાવે છે : આ 'બ્યુરેવેસ્ટનિક'ની રેન્જ 20,000 કિમીની છે

September 16, 2025

મોસ્કો : રશિયાએ 'જમ-દૂત' સમાન વિશ્વનું સૌથી ઘાતક મિસાઇલ બનાવ્યું છે. ૯ એમ-૩૭૦ બ્યુરેવેસ્ટનિક મિસાઇલ 'સ્કાય-ફોલ' તરીકે પણ ઓળખાય છે તે થોડા સમયમાં રશિયાના શસ્ત્રાગારમાં જોડાશે. અમેરિકાને આ મિસાઇલનાં નિર્માણની માહિતી કદાચ મળી ગઈ હશે, તેથી આલાસ્કામાં પુતિન સાથેની મંત્રણામાં ટ્રમ્પે તે વિષે ચર્ચા પણ કરી હોવાનું કહેવાય છે. મિસાઇલની વિશિષ્ટતા તે છે કે મિસાઇલમાં જ નાનું એવું એટમિક રીએક્ટર છે તે ૨૦,૦૦૦ કી.મી. (આશરે ૧૨,૫૦૦ માઇલ) દૂર સુધી અચૂક પ્રહાર કરી શકે તેમ છે. તેટલું જ નહીં પરંતુ તેમાં રહેલાં એટમિક રીએક્ટરને લીધે તે પૃથ્વીની અનેકવાર પ્રદક્ષિણા પણ કરી શકે તેમ છે. આ મિસાઇલ અન્ય મિસાઇલ્સની જેમ લિક્વિડ કે સોલિડ ફ્યુએલ આધારીત નથી તે પરમાણુ શક્તિની સહાયથી ગતિ કરી શકે છે તે માટે આ મિસાઇલમાં નાનું એવું એટમિક-રીએક્ટર પણ ગોઠવી દેવાયું છે તે માત્ર ૫૦ થી ૧૦૦ મીટરની ઉંચાઈએ જ ઉડતું હોવાથી રેડારમાં પકડી શકાઈ તેમ નથી. તે અત્યંત ઝડપથી તેની 'ગતિરેખા' બદલી શકે છે.