Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

સા. આફ્રિકા સામે શરમજનક હાર બાદ ગૌતમ ગંભીરને મુખ્ય કોચ પદેથી હટાવવામાં આવશે : સૌરવ ગાંગુલી

November 19, 2025

ઈડન ગાર્ડન્સમાં સાઉથ આફ્રિકા સામેની હાર બાદ, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે. ઘણા ફેન્સ તેમને પદ પરથી દૂર કરવાની માગ કરી રહ્યા છે. હવે, એક્સ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. સાઉથ આફ્રિકાએ ઈડન ગાર્ડન્સ ખાતે ટીમ ઈન્ડિયાને 30 રનથી હરાવ્યું. એક સમયે, ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી રહી હતી અને જીતવાની શક્યતા ખૂબ જ વધારે દેખાતી હતી. 

જોકે, તેઓ સાઉથ આફ્રિકા સામે 124 રનના લક્ષ્યનો પીછો કરવામાં પણ નિષ્ફળ રહ્યા. કોચ ગૌતમ ગંભીર પિચ અને ટીમ પસંદગીને લઈને ટીકાનો સામનો કરી રહ્યા છે. તેમને ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે, અને ઘણા ફેન્સ તેમને મુખ્ય કોચ પદેથી હટાવવાની માગ કરી રહ્યા છે. હવે, એક્સ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.

સૌરવ ગાંગુલીએ ગૌતમ ગંભીરને મુખ્ય કોચ તરીકે દૂર કરવાના મુદ્દા પર વાત કરી. તેમણે કહ્યું કે ગંભીરને હમણાં દૂર ન કરવો જોઈએ, અને ટીમે પોતાની માનસિકતા બદલવાની અને સતત જીત મેળવવાની જરૂર છે. તેમણે કહ્યું, ના, આ સમયે ગૌતમ ગંભીરને દૂર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મને લાગે છે કે તેમને એક ટીમ તરીકે સાથે આવવાની જરૂર છે. તેમણે પોતાને કહેવાની જરૂર છે કે આપણે ટેસ્ટ મેચ જીતવા માટે સખત મહેનત કરીશું, કારણ કે સપાટ પીચ પર જીત મેળવવી મુશ્કેલ છે. દરેક ટીમ સામે પ્રથમ ઇનિંગમાં મોટો સ્કોર બનાવી શકાય છે.