સત્યપાલ મલિકની હાલત ગંભીર, ફરી ICUમાં કરાયા દાખલ
June 07, 2025
જમ્મુ : જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને ફરીથી ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ખૂબ જ ગંભીર બની રહી હોવાનું તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાણવા મળ્યું છે. તેમજ તેમણે સરકાર પર તેમને ફસાવવાના બહાના શોધી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
સત્યપાલ મલિકે X પર આ અંગે લખ્યું છે કે, 'હું છેલ્લા લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ છું અને કિડનીની સમસ્યાથી પીડિત છું. બે દિવસ પહેલા સવારથી હું ઠીક હતો, પરંતુ આજે ફરીથી મને ICU માં શિફ્ટ કરવામાં આવ્યો છે. મારી હાલત ખૂબ જ ગંભીર બની રહી છે.'
સત્યપાલ મલિકે વધુમાં કહ્યું કે, 'હું રહું કે ન રહું, તેથી મારા દેશવાસીઓને સચ્ચાઈ કહેવા માંગુ છું કે જ્યારે હું રાજ્યપાલના પદ પર હતો ત્યારે મને ₹150 કરોડની લાંચની ઓફર પણ થઈ હતી, પરંતુ હું મારા રાજકીય ગુરુ, ખેડૂતના મસીહા સ્વર્ગસ્થ ચૌધરી ચરણસિંહજીની જેમ ઈમાનદારીથી કામ કરતો રહ્યો અને તેઓ ક્યારેય મારી ઈમાનદારી ડગાવી શક્યા નહીં.' પૂર્વ રાજ્યપાલે લખ્યું, 'જ્યારે હું રાજ્યપાલ હતો ત્યારે ખેડૂત આંદોલન પણ ચાલી રહ્યું હતું. મેં કોઈ રાજકીય લોભ-લાલચ વગર પદ પર રહીને ખેડૂતોની માંગણીઓ ઉઠાવી. પછી મહિલા પહેલવાનોના આંદોલનમાં જંતર-મંતરથી લઈને ઈન્ડિયા ગેટ સુધી તેમની દરેક લડાઈમાં હું તેમની સાથે રહ્યો. પુલવામા હુમલામાં શહીદ વીર જવાનોનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેની આ સરકાર દ્વારા આજ સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી.'
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026