શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર આવવા માટે રવાના, કાલે કેલિફોર્નિયામાં કરશે સ્પ્લેશડાઉન
July 14, 2025
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સહિતની ટીમે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ઐતિહાસિક યાત્રા પૂર્ણ કર્યા બાદ અંતરિક્ષમાંથી વિદાય લઈ પૃથ્વી પર પરત આવવા માટે રવાના થયા છે. 26 જૂન 2025ના રોજ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન યાન દ્વારા શુભાશું શુક્લા અને તેમના સાથી Ax-4 મિશન પર રવાના થયા હતા. આ મિશનમાં અમેરિકાના અનુભવી અંતરિક્ષ યાત્રી પેગી વ્હિટસન કમાન્ડર તરીકે અને અન્ય સભ્ય પોલેન્ડના સાવોસ ઉઝનાન્સ્કી અને હંગરીના તિબોર કપૂ સામેલ છે.
શુભાંશુ શુક્લાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 18 દિવસ વિતાવ્યા બાદ આવતીકાલે પૃથ્વી પર આવશે. આ ચારેય કુલ 250થી વધુ વખત પૃથ્વીની પરિક્રમા તરફથી 6 મિલિયન મીલથી વધુનું અંતર પાર કર્યું. 17 દિવસની આ યાત્રા દરમિયાન અંતરિક્ષ યાનની ટીમે 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગ કર્યા, જેમાં માઇક્રોએલ્ગી પર રિસર્ચ અને નવી સેન્ટ્રીફ્યૂગેશન ટેકનિક સામેલ છે.
શુભાશું શુક્લા અને ટીમે ગઈકાલે (13 જુલાઈ) ફેરવેલ સેરેમની યોજી હતી. ત્યારબાદ આજે (14 જુલાઈએ) તેઓ આઈએસએસ પરથી પૃથ્વી પર પરત ફરવા રવાના થઈ ગયા છે. તેઓ આવતીકાલે (15 જુલાઈ) બપોરે અંદાજિત ત્રણ કલાકે કેલિફોર્નિયાના કિનારે સ્પ્લેશડાઉનની સાથે થશે. ISROના અનુસાર, પૃથ્વી પર પરત ફર્યા બાદ શુભાંશુ શુક્લાને 7 દિવસના રિહેબિલિટેશન પ્રોગ્રામથી પસાર થશે, જેથી તેઓ પૃથ્વીની ગુરૂત્વાકર્ષણ સ્થિતિમાં સારું અનુભવી શકે.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અલગ થયા બાદ ડ્રેગન અવકાશયાન કેટલાક એન્જિનોને બાળી નાખશે, કારણ કે સ્ટેશનથી સુરક્ષા દૂર જવા માટે આ પ્રક્રિયા ખૂબ મહત્ત્વની છે. ત્યારબાદ ડ્રેગમ પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરશે. આ દરમિયાન, તેનું તાપમાન 1,600 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પેરાશૂટ બે તબક્કામાં ખુલશે, પહેલા 5.7 કિમીની ઊંચાઈ પર સ્ટેબલાઈજિંગ ચુટ્સ અને પછી મુખ્ય પેરાશૂટ લગભગ બે કિમી પર ખુલશે. ત્યારબાદ અવકાશયાનનું સુરક્ષિત ઉતરાણ શક્ય બનશે.
શુભાંશુ શુક્લા અને ટીમે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઐતિહાસિક યાત્રા દરમિયાન અંતરિક્ષ પરથી વિદાય લેતા પહેલા ખાસ વિદાય સમારોહ યોજ્યો હતો. આ ખાસ ક્ષણ એક વિદાય સમારોહ તરીકે ગઈકાલે (13 જુલાઈ) સાંજે 7:25 વાગ્યે (ભારતીય સમયાનુસાર) આયોજિત કરાયું હતું. આ સમારોહ લાઈવ પ્રસારિત કરાયો હતો, જેને દુનિયાભરના લાખો લોકોએ નિહાળ્યું હતો. ફેરવેલ પ્રોગ્રામમાં Ax-4 મિશનની ટીમ અને NASAની Expedition 7E ટીમના સભ્ય પણ સામેલ હતા. શુભાંશુ શુક્લા ISS પર પહોંચનારા પહેલા ભારતીય છે. ફેરવેલ સમારોહમાં શુભાંશુ શુક્લાએ ભારત માટે મેસેજ આપતા કહ્યું કે, 'આજ કા ભારત સારે જહાં સે અચ્છા દિખતા હૈ.'
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
Trending NEWS
06 May, 2026
06 May, 2026
06 May, 2026
06 May, 2026
06 May, 2026