ચાંદીમાં ₹5800નો ઘટાડો, સોનું ₹1.60 લાખની નીચે, શેરબજારે પણ રોકાણકારોને મુંઝવ્યાં
February 26, 2026
ગુરુવારે સવારથી જ રોકાણકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સતત વધી રહેલા સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે, તો બીજી તરફ શેરબજારમાં પણ ભારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચાંદીના ભાવમાં મોટું ગાબડુંકોમોડિટી માર્કેટમાં ગુરુવારે ચાંદીના ભાવમાં તેજીને બ્રેક લાગી છે. MCX પર ચાંદી તેના પાછલા બંધ ભાવ 2,78,364ની સરખામણીએ સીધી ઘટીને 2,72,560 પર ખૂલી હતી. આમ, 1 કિલો ચાંદીના ભાવમાં એકઝટકે 5,804નો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે, 29 જાન્યુઆરીના ઓલ-ટાઈમ હાઈ લેવલ 4,20,048થી સરખામણી કરીએ તો ચાંદી અત્યારે અંદાજે 1,47,488 જેટલી સસ્તી મળી રહી છે.
સોનું પણ 'ધડામ'
ચાંદીની પાછળ સોનાના ભાવમાં પણ નરમી જોવા મળી છે. MCX પર 2 એપ્રિલની એક્સપાયરીવાળું સોનું બુધવારે 1,61,145 પર બંધ થયું હતું, જે આજે ઘટીને 1,60,516 પર ઓપન થયું હતું. એટલે કે પ્રતિ 10 ગ્રામ સોનામાં 629નો ઘટાડો થયો છે. સોનું પણ તેના હાઈ લેવલ 1,93,096થી અત્યાર સુધીમાં 32,580 જેટલું તૂટી ચૂક્યું છે.
સોના-ચાંદીમાં ઘટાડા વચ્ચે શેરબજારની ચાલ આજે રોકાણકારોને મૂંઝવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ તરત જ રેડ ઝોનમાં આવી ગયા હતા.
BSE Sensex: પાછલા બંધ 82,276ની સામે 82,418 પર ખૂલ્યો, પણ મિનિટોમાં ઘટીને 82,244 પર આવી ગયો. થોડી વારમાં ફરી 200 પોઈન્ટ ઉછળ્યો હતો.
Related Articles
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિના...
Oct 07, 2026
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026