સોનિયા ગાંધીની તબીયત લથડી, ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર
May 13, 2026
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબીયત ફરી એકવાર લથડી છે. તેમને ગુરુગ્રામમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. જોકે સૂત્રો અનુસાર તેમને એક સામાન્ય સર્જરી માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાની જાણકારી મળી રહી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં તેમની સાથે જ જોવા મળ્યા હતા. અગાઉ 24 માર્ચના રોજ પણ તાવ અને ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં ડૉક્ટરો તેમના પેટ અને યુરિનરી ટ્રેક્ટમાં સંભવિત ઈન્ફેક્શનની તપાસ માટે આગળની પ્રક્રિયા કરી રહ્યા છે.
માતાની તબિયત બગડતા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સોનિયા ગાંધીની સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓને કારણે પોતાનો નિર્ધારિત કેરળ પ્રવાસ રદ કર્યો છે. કોઝિકોડમાં એક રેલીને વર્ચ્યુઅલી સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, માતા હોસ્પિટલમાં હોવાથી એક પુત્ર તરીકે તેમની સાથે રહેવું જરૂરી હોવાથી તેઓ વ્યક્તિગત રીતે હાજર રહી શક્યા નથી.
સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે જૂન મહિનામાં પણ પેટને લગતી સમસ્યાઓના કારણે તેમને ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 7 જૂન, 2025ના રોજ તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં મેદાંતા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.
Related Articles
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026