Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

માફ કરજો મિત્રો! વિદાય લઈ રહી છું...', જાણીતી ટીવી અભિનેત્રીની પોસ્ટ જોઈ ફેન્સ ચોંક્યા

July 05, 2025

અનિતા હસનંદાની એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે અને તેને ખૂબ જ પસંદ પણ કરવામાં આવે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, પરંતુ હવે તેણે એવી પોસ્ટ કરી છે કે જે વાંચીને તેના ચાહકો નારાજ થઈ ગયા છે. અનિતાએ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ કરી છે જેમાં તેણે ચાહકોની માફી માંગી છે અને લખ્યું છે કે હું સાઈન ઓફ કરી રહી છું. અનિતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે, 'માફ કરશો મિત્રો... હું સાઇન ઓફ કરી રહી છું. ઘણા સમયથી બધું ખૂબ જ લાઉડ ચાલી રહ્યું છે... હવે મારે ફરીથી મારી જાતને સાંભળવી પડશે.' આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે અનિતા રિયાલિટી ટીવી શો પર પાછા ફરવાની અફવા છે. અહેવાલો અનુસાર, તે ટૂંક સમયમાં આગામી શો 'ગોરિયા ચલી ગાંવ'માં સ્પર્ધક બની શકે છે. આ શો મરાઠી હિટ જૌ બાઈ ગાવતથી પ્રેરિત છે. આ શોમાં 12 જાણીતી અભિનેત્રીઓ શહેરી સુખ-સુવિધાઓથી દૂર એક ગામમાં 10 અઠવાડિયા વિતાવશે. ઉપરાંત, તેઓ ત્યાં તેમના ફોન અને ફેસેલીટી વિના રહેશે અને પરંપરાગત ચૂલા પર રસોઈ કરવી અને કુવાઓમાંથી પાણી લાવવું જેવા રોજિંદા કાર્યો કરશે.  તાજેતરમાં, નિર્માણ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે અનિતાએ તાજેતરમાં શોના નિર્માતાઓને મળી છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અનિતા અગાઉ ફિયર ફેક્ટર: 'ખતરોં કે ખિલાડી', 'નચ બલિયે' અને 'ઝલક દિખલા જા' જેવા શોમાં જોવા મળી ચૂકી છે.