લંડનની લક્ઝરી હોટેલમાં સાઉદી પ્રિન્સનું શંકાસ્પદ મોત
July 24, 2026
લંડનની એક આલીશાન હોટેલમાં સાઉદી અરેબિયાના શાહી પરિવારના 31 વર્ષીય પ્રિન્સ અબ્દુલ્લા બિન ફહદ બિન અબ્દુલ્લા બિન અબ્દુલ અઝીઝ બિન જલાવી અલ સાઉદના રહસ્યમય મોત મામલે લંડનની કોર્ટે મોટો ખુલાસો કર્યો છે. બ્રિટિશ કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી સત્તાવાર તપાસના અંતે ન્યાયાધીશે ચુકાદો આપ્યો છે કે, સાઉદી પ્રિન્સનું મોત કોઈ ગુનાહિત કાવતરું કે હત્યા નથી, પરંતુ ડ્રગ્સ અને આલ્કોહોલના જીવલેણ મિશ્રણના સેવનને કારણે સર્જાયેલી 'દુર્ઘટના'નું પરિણામ હતું. આ હાઇ-પ્રોફાઇલ ઘટના 25 નવેમ્બરે લંડનની પ્રતિષ્ઠિત લાન્સબરો હોટેલમાં બની હતી. સાઉદી પ્રિન્સ અબ્દુલ્લા આ હોટેલના 600 પાઉન્ડના એક મોંઘા સ્યુટમાં રોકાયા હતા. તેમના અંગત સ્ટાફે જ્યારે તેમને રૂમમાં કોઈ હિલચાલ વગર બેભાન અવસ્થામાં જોયા, ત્યારે તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી ટીમને બોલાવવામાં આવી હતી. પેરામેડિક્સ અને ડોક્ટરોની ટીમે તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ સ્થળ પર જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
શાહી પરિવારના યુવા સભ્યનું લંડનની મધ્યમાં આ રીતે અચાનક અવસાન થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો હતો અને બ્રિટિશ પોલીસ તેમજ ફોરેન્સિક ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વેસ્ટમિન્સ્ટર કોરોનાર્સ કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન પ્રિન્સના પોસ્ટમોર્ટમ અને ટોક્સિકોલોજીના રિપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ મેડિકલ રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે, પ્રિન્સ અબ્દુલ્લાના શરીરમાંથી ભારે માત્રામાં પ્રતિબંધિત ડ્રગ્સ અને આલ્કોહોલના અંશો મળી આવ્યા હતા.
કોર્ટના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પ્રિન્સે અત્યંત જોખમી સ્તર સુધી કોકેઈન અને અન્ય સિન્થેટિક ડ્રગ્સનું સેવન કર્યું હતું, જેની સાથે તેમણે ભારે માત્રામાં આલ્કોહોલ પણ લીધો હતો. આ બંનેના ઘાતક મિશ્રણને કારણે તેમનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને હૃદય કામ કરતું બંધ થઈ ગયું હતું, જેને તબીબી ભાષામાં એક્યુટ ડ્રગ એન્ડ આલ્કોહોલ ટોક્સિસિટી કહેવામાં આવે છે.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026