ફરહાન અખ્તરની ફિલ્મ '120 બહાદુર'નું ટીઝર રિલીઝ, ભારતીય સૈનિકોના સાહસની ઝલક દેખાઈ
August 06, 2025
અભિનેતા ફરહાન અખ્તરની ફિલ્મ '120 બહાદુર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં ફરહાન અખ્તર પરમવીર ચક્રથી સન્માનિત મેજર શૈતાનસિંહ ભાટીનું પાત્ર ભજવી રહ્યો છે. ટીઝરમાં ભારતીય જવાનોની બહાદુરીની ઝલક દેખાય છે. આ ટીઝરને નિર્માતા જોયા અખ્તરે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. સાથે કેપ્શનમાં લખ્યું છે કે ' 'વર્દી સિર્ફ હિંમત નહીં, બલિદાન ભી માંગતી હૈ'. ફિલ્મ આ વર્ષે 21 નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના ટીઝરમાં જોવા મળે છે કે વર્ષ 1962માં ભારત-ચીન વચ્ચે યુદ્ધ દરમિયાન 18 નવેમ્બરે શું-શું થયું હતું. ટીઝરની શરૂઆતમાં દેખાડવામાં આવ્યું છે કે ચીને ભારત પર હુમલો કરવાનો પૂર્ણ પ્લાન તૈયાર કર્યો હતો. જો કે ભારતે 120 બહાદુર જવાનોને પૂર્ણ રીતે તૈયાર કર્યા હતા. મેજર શૈતાન સિંહનું પાત્ર ભજવનાર ફરહાન અખ્તર કહે છે કે, 'યે વર્દી સિર્ફ હિંમત નહીં, બલિદાન ભી માંગતી હૈ, હમ પીછે નહીં હટેંગે'. ત્યારબાદ ભારતીય જવાનો ચીનના હુમલાનો જબડાતોડ જવાબ આપે છે અને દેશ માટે લડે છે. જણાવી દઈએ કે ફિલ્મને રિયાલિસ્ટિક બનાવવા ફિલ્મમેકરે ઘણી મહેનત કરી છે. એક રિપોર્ટ મુજબ આ ફિલ્મની શૂટિંગ લદ્દાખના અત્યંત ઠંડા અને ઊંચાઈ વાળા વિસ્તારોમાં કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે અને ઓક્સિજનની અછત હોય છે. ફિલ્મના એક મહત્ત્વના ભાગને 14000 ફૂટની ઊંચાઈએ શૂટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન રજનીશ રાજી ઘાઈએ કર્યું છે અને આ ફિલ્મને ફરહાન અખ્તર, રિતેશ સિધવાની અને અમિત ચંદ્રએ મળીને પ્રોડયૂસ કરી છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં 21 નવેમ્બરના રોજ રિલીઝ થશે. મેકર્સને આશા છે કે આ ફિલ્મ માત્ર બૉક્સ ઑફિસ પર જ નહીં પણ દર્શકોના દિલ પર પણ જગ્યા બનાવશે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે...
26 March, 2026
શાંતિની વાતો વચ્ચે ભીષણ યુદ્ધના એંધાણ! ઈરાનનો દાવો...
26 March, 2026
ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ...
25 March, 2026
ઈરાને પાકિસ્તાનની ઓફર ફગાવી, અમેરિકાની 15 શરતોનો પ...
25 March, 2026
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતના 20 જહાજ ફસાયા! ઈરાને...
25 March, 2026
સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યો છે :...
25 March, 2026
દિલ્લીના કરોલ બાગમાં ડબલ ડેકર બસ પલટી મારી જતાં 2ન...
25 March, 2026
24 કલાકમાં બદલાયા IPLની બે ફ્રેન્ચાઈઝીના માલિક, RC...
25 March, 2026
અજિત પવારના પ્લેન-ક્રૅશ નિવેદન પર રોહિત પવાર એક્શન...
25 March, 2026
અમેરિકાની ડબલ ગેમ? શાંતિની વાતો વચ્ચે તણાવ ઉગ્ર, ઈ...
25 March, 2026