ટેલિવિઝન અને ઈન્ટરનેટ બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે... અલ્લાહાબાદ હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી
July 26, 2025
અલ્લાહાબાદ હાઈકોર્ટે બાળકો પર ટેલિવિઝન, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની 'વિનાશકારી' અસરો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, 'આ માધ્યમો બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે. અહીં સુધી કે સરકાર પણ આ ટેકનોલોજીની 'અનિયંત્રિત' પ્રકૃતિના કારણે તેના પ્રભાવને નિયંત્રિત નથી કરી શકતી.' જસ્ટિસ સિદ્ધાર્થે એક કિશોર દ્વારા દાખલ કરાયેલી ફોજદારી રિવિઝન અરજીને સ્વીકારતી વખતે આ ટિપ્પણીઓ કરી હતી, જેમાં કિશોર ન્યાય બોર્ડની સાથે-સાથે કૌશાંબી સ્થિત પોક્સો કોર્ટના આદેશને પણ પડકારવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, સગીર છોકરી સાથે સંમતિથી શારીરિક સંબંધો બાંધવાના કથિત કેસમાં તેની સામે પુખ્ત વયના વ્યક્તિ તરીકેનો કેસ ચલાવવો જોઈએ. કોર્ટે કહ્યું કે, 'એવું કંઈ રેકોર્ડ પર નથી જે એ દર્શાવે છે કે કિશોર એક શિકારી છે અને કોઈપણ ઉશ્કેરણી વિના અપરાધનું પુનરાવર્તન કરવાની સંભાવના ધરાવે છે. માત્ર એટલા માટે કે તેણે જઘન્ય અપરાધ કર્યો છે, તેની સરખામણી પુખ્ત વયના લોકો સાથે ન કરી શકાય. કોર્ટે નિર્દેશ આપ્યો કે રિવાઈઝર પર કિશોર ન્યાય બોર્ડ દ્વારા સગીર તરીકે કેસ ચલાવવામાં આવે. રિવિઝન અરજી પર વિચાર કરતા કોર્ટે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન રિપોર્ટની પણ નોંધ લીધી, જેમાં જાણવા મળ્યું કે, અરજદાર કિશોર એક 16 વર્ષના છોકરાનો IQ 66 હતો. કોર્ટે કહ્યું કે આ IQ તેને બૌદ્ધિક કાર્યની 'સીમાંત' શ્રેણીમાં રાખશે. કોર્ટે વધુમાં કહ્યું કે, સેંગ્યુઈન ફોર્મ બોર્ડ ટેસ્ટના આધારે તેની માનસિક ઉંમર માત્ર છ વર્ષ આંકવામાં આવી હતી. કોર્ટે રિપોર્ટના તારણોને પણ ધ્યાનમાં લીધા, જેમાં તેના સામાજિક જીવનમાં કેટલીક મુશ્કેલીઓ જોવા મળી હતી, અને નબળા શૈક્ષણિક પ્રદર્શન અને સામાજિક ક્રિયા-પ્રતિક્રિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ સિદ્ધાર્થે કહ્યું કે, 'કોર્ટને જાણવા મળ્યું છે કે, મનોવૈજ્ઞાનિકનો રિપોર્ટ કિશોરના પક્ષમાં હતો.' કોર્ટે કહ્યું કે જ્યારે રિવાઈઝરે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યારે તે લગભગ 14 વર્ષનો હતો. કોર્ટે એ પણ ધ્યાનમાં રાખ્યું કે પીડિતાને ગર્ભપાતની દવા આપવાનો નિર્ણય તેનો એકલાનો ન હતો, પરંતુ આ નિર્ણયમાં બે અન્ય લોકો પણ સામેલ હતા. હાઈકોર્ટે બોમ્બે હાઈકોર્ટ દ્વારા મુમતાઝ અહેમદ નાસિર ખાન vs મહારાષ્ટ્ર રાજ્યના 2019ના ચુકાદામાં કરવામાં આવેલી ટિપ્પણીઓ પર પોતાની સહમતિ વ્યક્ત કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ટેલિવિઝન, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા બાળકોના સંવેદનશીલ મન પર વિનાશક અસર કરી રહ્યા છે અને પરિણામે, ખૂબ જ નાની ઉંમરે તેમનું બાળપણ છીનવાઈ રહ્યું છે.
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026