હસીના પર ગ્રેનેડ ફેંકનાર આરોપીઓ નિર્દોષ, પૂર્વ PMનો પુત્ર પણ નિર્દોષ

December 02, 2024

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની રેલી પર ગ્રેનેડ હુમલો કરનાર તમામ આરોપીઓની સજા રદ કરવામાં આવી છે. કોર્ટના આ નિર્ણયથી બે વખતના પીએમ ખાલિદા જિયાના પુત્ર તારિક રહેમાનને મોટી રાહત મળી છે. 15 વર્ષ સુધી નિર્વાસિત જીવન જીવ્યા બાદ હવે તારિક માટે બાંગ્લાદેશ પરત ફરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

બાંગ્લાદેશ હાઈકોર્ટે રવિવારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની રેલી પર થયેલા ગ્રેનેડ હુમલાના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આમાં બે વખત વડાપ્રધાન રહી ચૂકેલા ખાલિદા જિયાના પુત્ર તારિક રહેમાનનું નામ પણ સામેલ છે. તારિક પર 2004માં હસીના વિરુદ્ધ ઘાતક ગ્રેનેડ હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ હતો.

હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે તારિક રહેમાન અને અન્ય 48 સામેની સજા ગેરકાયદેસર હતી. કારણ કે ટ્રાયલ કોર્ટે પ્રક્રિયાને યોગ્ય રીતે અનુસરી ન હતી. તારિક બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના અનુગામી છે. આ નિર્ણયથી 15 વર્ષ સુધી નિર્વાસિત રહ્યા બાદ બાંગ્લાદેશ પરત ફરવાનો માર્ગ સાફ થઈ ગયો છે.