તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે 'U' આકારમાં હશે બેઠક વ્યવસ્થા, કોઈ બેક બેન્ચર નહીં
July 15, 2025
તમિલનાડુની બધી સરકારી શાળાઓમાં પરંપરાગત બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી, વિદ્યાર્થીઓ બધા વર્ગોમાં એક બીજાની પાછળ એમ એક લાઈનમાં બેસતા હતા, પરંતુ હવે બેઠક વ્યવસ્થા બદલાઈ ગઈ છે. તમિલનાડુના વિદ્યાર્થીઓ હવે વર્ગમાં 'U' આકારમાં એટલે કે તમિલમાં 'ப' આકારમાં બેસશે. તમિલનાડુ સરકારના આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ દરેક પ્રવૃત્તિમાં ભાગ લે, દરેક વિદ્યાર્થીને આગળની હરોળનો અનુભવ આપવાનો છે. હાલ આ વ્યવસ્થા પાયલટ ધોરણે લાગુ કરવામાં આવશે અને તેની સફળતાના આધારે તેનો વિસ્તાર કરવામાં આવશે. દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગના કદ પર આધારિત રહેશે. તમિલનાડુ સરકાર તરફથી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 'દરેક અવાજ સાંભળવો અને દેખાવો જોઈએ. શિક્ષણ એ વાતચીત બનવું જોઈએ, વ્યાખ્યાન નહીં.' વર્ગના બધા વિદ્યાર્થીઓ 'U' આકારમાં બેસશે. કોઈ પણ વિદ્યાર્થી એકબીજાની આગળ કે પાછળ બેસશે નહીં. તમે તેને અર્ધવર્તુળ તરીકે સમજી શકો છો. આ ગોઠવણીમાં, ડેસ્ક અને ખુરશીઓ એવી રીતે મૂકવામાં આવે છે કે તે મોટા U જેવા દેખાય. આથી શિક્ષક U ના ખુલ્લા ભાગમાં ઊભા રહીને બધા વિદ્યાર્થીઓને જોઈ શકે છે અને વિદ્યાર્થીઓ પણ એકબીજાના ચહેરા જોઈ શકે છે. આ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સંપર્ક અને વાતચીતને સરળ બનાવે છે. તમિલનાડુ શાળા શિક્ષણ વિભાગ માને છે કે ક્લાસમાં યોગ્ય બેઠક વ્યવસ્થા અભ્યાસ સુધારવા, વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત વધારવા અને તેમને આરામદાયક અનુભવ કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તાજેતરમાં જાહેર કરાયેલા આ આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પરંપરાગત વર્ગખંડોમાં પાછળના બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓને ઘણીવાર શિક્ષક સાથે સીધો સંપર્ક કરવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે આ નવી વ્યવસ્થાના કારણે છેલ્લી બેન્ચ જ દૂર કરી દેવામાં આવી છે. જેથી દરેક વિદ્યાર્થી પ્રથમ હરોળમાં જ બેસે. કેરળની રામવિલાસોમ વોકેશનલ હાયર સેકન્ડરી સ્કૂલમાં બાળકોની બેઠક વ્યવસ્થા 'U' આકારમાં ગોઠવવામાં આવી છે. આનાથી શિક્ષકો દરેક બાળક પર સમાન નજર રાખી શકે છે અને 'બેકબેન્ચર'નો કોન્સેપ્ટ પણ દૂર થઈ ગયો છે. આ નવી વ્યવસ્થામાં દરેક બાળકને આગળની સીટ પર બેસવાનો મોકો મળે છે. કેરળની આ શાળાને આ વિચાર 2024ની મલયાલમ ફિલ્મ 'સ્થાનાર્થી શ્રીકુટ્ટન' માં દર્શાવવામાં આવેલા ક્લાસરૂમમાંથી મળ્યો છે. આ ફિલ્મમાં એક બેકબેન્ચરની વાર્તા છે, જે શાળાની ચૂંટણી દરમિયાન 'U' આકારની બેઠક વ્યવસ્થાનો સૂચન કરે છે.
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026