દિલ્હી યુનિવર્સિટીમાં ભણતી 6 દિવસથી ગુમ ત્રિપુરાની વિદ્યાર્થિનીનો મૃતદેહ યમુના નદીમાંથી મળ્યો
July 14, 2025
દિલ્હી યુનિવર્સિટીના આત્મા રામ સનાતન ધર્મ કોલેજમાં અભ્યાસ કરતી ત્રિપુરાની 19 વર્ષની વિદ્યાર્થીની સ્નેહા દેબનાથ છેલ્લા 6 દિવસથી ગુમ હતી. હવે તેનો મૃતદેહ યમુના નદીમાંથી મળી આવ્યો છે. પોલીસને સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં સિગ્નેચર બ્રિજ પરથી કૂદવાનો ઈરાદો દર્શાવ્યો હતો. દિલ્હી પોલીસે ટેકનિકલ દેખરેખના માધ્યમથી દેબનાથની ગતિવિધિઓ વિશે માહિતી મેળવી અને તેનું છેલ્લું લોકેશન સિગ્નેચર બ્રિજ પાસે મળી આવ્યું હતું. એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે સ્નેહાએ છેલ્લે 7 જુલાઈની સવારે તેના માતા-પિતા સાથે વાત કરી હતી. ત્યારબાદ પરિવાર સ્નેહા સાથે વાત કરી શક્યો નથી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, સ્નેહાએ છેલ્લા ચાર મહિનાથી તેના બેંક ખાતામાંથી એક પણ પૈસો ઉપાડ્યો નથી અને અચાનક કોઈ પણ સામાન લીધા વિના ઘરની બહાર નીકળી ગઈ હતી. 7 જુલાઈના રોજ સવારે 5:56 વાગ્યે સ્નેહાએ પોતાના પરિવારને કહ્યું હતું કે, હું મારી મિત્ર પિટુનિયા સાથે સરાઈ રોહિલા સ્ટેશન જઈ રહી છું. પરંતુ લગભગ ત્રણ કલાક પછી જ્યારે તેનો ફોન બંધ આવ્યો, તો પરિવારે પેટુનિયાનો સંપર્ક કર્યો. પિટુનિયાએ તેમને કહ્યું કે હું સ્નેહાને મળવા નથી ગઈ અને અમારી મુલાકાત નથી થઈ. આ સાંભળીને પરિવાર સ્તબ્ધ રહી ગયો. ત્યારબાદ સ્નેહાના પરિવારે ટેક્સી ડ્રાઈવરને શોધ્યો, જેણે સ્નેહાને છોડી હતી. ડ્રાઈવરે જણાવ્યું કે, મેં સ્નેહાને દિલ્હીના સિગ્નેચર બ્રિજ પાસે ઉતારી હતી. પરંતુ આ વિસ્તારમાં CCTV કવરેજ બરાબર ન હોવાના કારણે દિલ્હી પોલીસ સ્નેહાની આગળની ગતિવિધિ ન જાણી શકી. સ્નેહાના ગુમ થયા પછી દિલ્હી પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ લગભગ સાત કિલોમીટરના દાયરામાં વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ એક અઠવાડિયાની તલાશ પછી પણ કોઈ સુરાગ નહોતો મળ્યો. પરંતુ રવિવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026