Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી મોતનો આંકડો વધીને 1100ને પાર, સુદાનમાં ભૂસ્ખલને 1000નો જીવ લીધો

September 02, 2025

અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં કાબુલ નજીક રવિવારે રાત્રે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં ઓછામાં ઓછા 1100 લોકોના મોત થયા અને 3500થી વધુ લોકો ઘાયલ થયા. આ ભૂકંપથી પહાડી વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ નાશ પામ્યા, જેના કારણે ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો હતો.

સમગ્ર વિશ્વમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દુનિયાના બે અલગ-અલગ ખૂણામાં પ્રકૃતિએ પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે. એક બાજુ ભૂકંપે તબાહી મચાવી છે તો બીજી બાજુ ભૂસ્ખલનના કારણે અ સંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે.  અફઘાનિસ્તાનથી લઈને સુડાન સુધી કુદરતનો કહેર જોવા મળ્યો છે. જેમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપે એક હજારથી વધુ લોકોના જીવ લીધા છે. જ્યારે, સુડાનમાં ભૂસ્ખલનને કારણે 1 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

અફઘાનિસ્તાન અને સુડાનમાં આવેલી આ બે આફતોમાં અત્યાર સુધીમાં કુલ 2100થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ અને બેઘર થયા છે. અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં કાબુલ નજીક 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જ્યારે સુડાનના દારફુર ક્ષેત્રમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે એક આખું ગામ જમીનદોસ્ત થઈ ગયું. આ આફતોએ માત્ર જાન-માલનું નુકસાન જ નથી કર્યું, પરંતુ જે વિસ્તારો પહેલેથી જ સંકટગ્રસ્ત હતા ત્યાં માનવીય સંકટને વધુ ઊંડું બનાવ્યું છે.